સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં આરોપીના ધરપકડના ચક્રોગતિમાન : દાહોદના મુવાલીયા ગામે ૧૭ વર્ષિય સગીરા ઉપર દુષ્કર્મ આચરતો યુવક
દાહોદ તા.૧૮
દાહોદ તાલુકાના મુવાલીયા ગામે એક યુવકે એક ૧૭ વર્ષિય સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદના મુવાલીયા ગામે ગામતળ ફળિયામાં રહેતો અજયભાઈ માનસિંગભાઈ ભુરીયાએ દાહોદ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષિયની મરજી વિરૂધ્ધ તારીખ ૦૧.૦૯.૨૦૨૪ના સમયગાળા દરમ્યાન અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું. અવાર નવાર ઉપરોક્ત યુવક દ્વારા સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરાતાં આ અંગેની જાણ સગીરાએ પોતાના પરિવારજનોને કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે આ અંગેની જાણ થતાંની સાથે સગીરાને લઈ તેના પરિવારજનો દાહોદ તાલુકા પોલીસ મથકે દોડી ગયાં હતાં અને આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Good https://is.gd/tpjNyL