ધાનપુરમાં પોષણ પખવાડિયા અંતર્ગત આંગણવાડી કેન્દ્ર નાકટી 1 ની મુખ્ય સેવિકા દ્વારા મુલાકાત
દાહોદ તા.૧૮
ધાનપુરમાં પોષણ પખવાડિયા અંતર્ગત આંગણવાડી કેન્દ્ર નાકટી 1 ની મુખ્ય સેવિકા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.
જે નિમિતે પોષણ પખવાડિયા અંતર્ગત બહેનોનું વજન તેમજ ઉંચાઇ કરવામાં આવ્યું હતું. જેમાં CMAM protocol મુજબ બાળકોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જેમાં એક બાળક SAM (અતિ કુપોષિત બાળક)નીકળતા મુખ્ય સેવિકા દ્વારા ગૃહ મુલાકાત કરવામાં આવી અને વાલીને અતિ કુપોષિત શું છે તે વિશે જાણ કરવામાં આવી હતી.
આ દરમ્યાન એ બાળકના વાલી દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે, પોતાના બાળકને ઠીક કરવા માટે ક્યાં જવું.? જેના જવાબ રૂપે મુખ્ય સેવિકાએ આંગણવાડીની યોજના, THR અને CMTC ની સમજણ આપી હતી. તેમજ મુખ્ય સેવિકા અને આંગણવાડી વર્કર દ્વારા તેમના ખાનગી વાહન પર લઈ જઈ CMTC માં એડમિશન કરાવ્યુ હતું.
Good https://is.gd/tpjNyL