દાહોદ જિલ્લામાં યોજાનાર જીપીએસસી તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવાની પરીક્ષાના સુચારુ આયોજન અંગે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ


દાહોદ તા.૧૮

ઇન્વિજીલેટર, સુપરવાઈઝર, બ્લોક ફાળવણી, બેઠક વ્યવસ્થા સહિતની કામગીરી સમયસર અને યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા અપાઈ સૂચના

દાહોદ જિલ્લામાં યોજાનાર જીપીએસસી તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવાની પરીક્ષાના સુચારુ આયોજન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.

પરીક્ષા દરમ્યાન નિમણુંક કરેલ તમામ અધિકારીશ્રીઓને પરીક્ષા તટસ્થ રીતે પરીક્ષા લેવાય તેમજ આયોગ દ્વારા સૂચવેલ સૂચનાઓનું પાલન ચુસ્ત રીતે થાય એ માટેની સૂચના આપવામાં આવી હતી. સાથે પરીક્ષા માટે ઇન્વિજીલેટર, સુપરવાઈઝર, બ્લોક ફાળવણી, બેઠક વ્યવસ્થા સહિતની કામગીરી સમયસર અને યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.

આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન પ્રાથમિક સુવિધાઓ, આરોગ્ય ટીમ, પીવાના પાણી, પોલીસ બંદોબસ્ત, સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા, સ્ટ્રોંગ રૂમની સિક્યોરિટી તેમજ સીસીટીવી જેવી મહત્વની બાબતો પર ચર્ચા સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારરોની વ્યવસ્થા પર સ્પેશ્યલ અને પૂરતું ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી.

દાહોદમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ પરીક્ષાની પ્રિલિમિનરી કસોટી તારીખ ૨૦-૦૪-૨૦૨૫ ના રોજ યોજાનાર છે. આ પરીક્ષામાં કુલ ૯ પરીક્ષા કેન્દ્રો ખાતે ૯૮ બ્લોકમાં કુલ ૨૩૪૬ જેટલા ઉમેદવારો પરીક્ષામાં બેસનાર છે.

આ બેઠક દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભંડારી, પ્રાંત અધિકારીશ્રી દાહોદ, ઝોનલ અધિકારીશ્રીઓ, આયોગના પ્રતિનિધિશ્રીઓ, કાર્યપાલક ઈજનેરશ્રી એમજીવીસીએલ, ડેપો મેનેજરશ્રી, ખાસ ફરજ પરના અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!