દાહોદમાં આજે વધુ ૨૧ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૭૦૫ ને પાર
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદમાં આજરોજ કોરોનાના કેસોમાં મહત્તમ ઘટાડા સાથે નવા 21 કેસોનો ઉમેરો જોવા મળ્યો હતો. વધુ મળતી માહિતી મુજબ આજરોજ કોરોના સંક્રમિત આવેલા 21 કેસોમાં rtpcr માં 12 તેમજ 9 રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓ મળી કોરોનાનો કુલ આંક 705 પર પહોંચવા પામ્યો છે જ્યારે વધુ 36 દર્દીઓ કોરોના મુક્ત થતાં હાલ 232 કોરોના સંક્રમિત દર્દીઓ હાલ અત્રેના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જોકે આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓમાં દાહોદમાં 9,ગરબાડામાં 6, ઝાલોદમાં 3 તેમજ સંજેલીમાં 2, લીમખેડામાં એક દર્દીનો સમાવેશ થયો છે.
વધુ મળતી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગે ગઈકાલે rtpcr તેમજ રેપિડ ટેસ્ટ મળી કુલ 769 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા. તે પૈકી 758 સેમ્પલોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જ્યારે(૧) જમનાદાસ જીવરામ બંસાલી (ઉવ.૭પ રહે. ગોદી રોડ દાહોદ), ( ર) ઓનલાઈ અકબરાલી દારૂવાલા (ઉવ.૬૮ રહે. સૈફી નગર દાહોદ), (૩) કલ્પેશકુમાર ભાવસીંગભાઈ રાઠોડ (ઉવ.૩૧ રહે. નાની રાબડાલ દાહોદ), (૪) ગીતાબેન દીપકભાઈ ઢાંકા (ઉવ.૬પ રહે. પંકજ સોસાયટી દાહોદ), (પ) મન્નાનભાઈ અબ્બાસભાઈ પેથાપુરવાલા (ઉવ.૬૬ રહે. બુરહાની સોસાયટી દાહોદ),( ૬) રીતાબેન સુરેશકુમાર ભાસાણી (ઉવ.૪૦ રહે. ગોદી રોડ દાહોદ),( ૭) સુરેશભાઈ પુજાભાઈ સોલંકી (ઉવ.૪૮ રહે. ફતેપુરા દાહોદ), (૮) નારાયણદાસ કોડીમલ નીનવાણી (ઉવ.૭૧ રહે. મંડાવ રોડ વ્રજધામ દાહોદ), (૯) માલીવાડ સુરેશભાઈ સોમાભાઈ (ઉવ.૩ર રહે. ઝાલોદ કાઠવાડા ફળીયુ), (૧૦) પંચાલ કમલેશભાઈ હીરાભાઈ (ઉવ.પ૪ રહે. ઝાલોદ લુહારવાડા), (૧૧) પંચાલ ભાવનાબેન કમલેશભાઈ (ઉવ.પ૦ રહે. ઝાલોદ લુહારવાડા),(૧ર) ગારી કિશોરભાઈ જયંતીભાઈ (ઉવ.ર૦ રહે. પીપળી લીમખેડા).જ્યારે રેપિડ ટેસ્ટમાં, (૧) ચેતના ચિરાગ પ્રજાપતિ (ઉવ.રપ રહે. ગરબાડા સ્ટેશન રોડ),( ર) ઉર્વશી શંકરલાલ સોલંકી (ઉવ.ર૩ રહે. ગરબાડા, સ્ટેશન રોડ),( ૩) ધર્મેશભાઈ શંકરલાલ સોલંકી (ઉવ.ર૧ રહે. ગરબાડા સ્ટેશન રોડ), (૪) શંકરલાલ હરિલાલ સોલંકી (ઉવ.૪૮ રહે. ગરબાડા સ્ટેશન રોડ),( પ) ખદીજા મોમદ નાલાવાલા (ઉવ.૩૪ રહે. હુસેની મસ્જીદ તાઈવાડા જુનાપુરા દાહોદ), (૬) છગનભાઈ માનસીંગભાઈ પ્રજાપતિ (ઉવ.૬૬ રહે. કુંભારવાડા ગરબાડા),( ૭) ચોૈહાણ નિખીલ નરેશભાઈ (ઉવ.રર રહે. જેસાવાડા ગરબાડા), (૮) મણીલાલ કોયાભાઈ પ્રજાપતિ (ઉવ.૬૦ રહે. તળાવ ફળીયુ, પ્રજાપતિવાસ સંજેલી),( ૯) કિરણભાઈ સોમાભાઈ રાવત (ઉવ.૪પ રહે. મંડળી રોડ સંજેલી)
મળી કુલ 21 કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો થવા પામ્યો હતો.જોકે કુલ 220 લોકોના રિપોર્ટ હાલ પેન્ડીંગ હોવાથી તેની રાહ જોવાઇ રહી છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી જે તે વિસ્તારને કંટેઇન્મેન્ટ એરીયા જાહેર કરી સૅનેટાઇઝ સહીતની કામગીરી શરુ કરવામાં આવી છે. જ્યારે કોરોના કાળમાં કુલ 46 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
#Sindhuuday Dahod