દાહોદના કતવારા ગામે એમ્બ્યુલંશ ગાડીએ આગળ જતી બે મોટરસાઈલોને અડફેટમાં લેતાં એકનું મોત : ત્રણ ગંભીર

દાહોદ તા.૧૯

કતવારા ગામે ઇન્દોર નેશનલ હાઈવે પર ગત મોડી રાતે મધ્યપ્રદેશ બાજુથી પુરપાટ દોડી આવતી મધ્ય પ્રદેશ પાસીંગની એમ્બ્યુલન્સ ગાડી એ આગળ જતી બે બાઈકોને અડફેટમાં લેતા સર્જાયેલા ગામ દ્વારા અકસ્માતમાં બે બાઈક પર સવાર કુલ ચાર જણાને ગંભીર ઇજાઓ થતાં તે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનું પોલીસ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે. ગત મોડી રાતે બે વાગ્યાના સુમારે મધ્યપ્રદેશ પાસિંગની એમપી ૧૩ટીએ૦૪૩૭ નંબરની એમ્બ્યુલન્સ ગાડી મધ્યપ્રદેશ તરફથી દાહોદ બાજુ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે દોડી આવી કતવારા ગામે ઇન્દોર નેશનલ હાઇવે પર આગળ જતી ખંગેલા ગામના યોગેશભાઈ રમણભાઈ મેડાની જીજે ૨૦બીજે૫૪૬૯ નંબરની મોટરસાયકલ તથા પ્રેમચંદભાઈ રમસુભાઈ મેડાની જીજે૨૦એડી- ૪૫૦૮ નંબરની મોટરસાયકલને પાછળથી જાેશભેર ટક્કર મારી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યોગેશભાઈ મેડાને સદી રે ગંભીર ઇજાઓ કરી પાછળ બેઠેલ મિતેશભાઇ મલસિંગભાઇ મેડાને શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી જ્યારે બીજી મોટરસાયકલના ચાલક પ્રેમાભાઈ રમસુભાઈ મેડા ને તથા તે મોટરસાયકલ પર પાછળ બેઠેલ અમિતભાઈ નજુભાઈ ઉર્ફે અર્જુનભાઈ મેડાને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવેલ કતવારા પોલીસ ૧૦૮ એમ્બ્યુલન્સ્વાન બોલાવી ઉપરોક્ત ચારેય ઈજાગ્રસ્તોને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ખંગેલા ગામના ધેડ ફળિયામાં રહેતા ગંભીર ઇજાગ્રસ્ત મિતેશભાઇ મલસિંગભાઈ મેડાનું મોત નીપજ્યું હતું. આ સંબંધેમરણ જનાર મિતેશભાઇ મેડાના પિતા મલસિંગભાઈ લાલુભાઈ મેડા એ કતવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે મધ્યપ્રદેશ પાસીંગની એમ્બ્યુલન્સ ગાડીના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

One thought on “દાહોદના કતવારા ગામે એમ્બ્યુલંશ ગાડીએ આગળ જતી બે મોટરસાઈલોને અડફેટમાં લેતાં એકનું મોત : ત્રણ ગંભીર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!