ફરાર ચાર ઈસમો વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કર્યાે : દેવગઢ બારીઆના ખાંડણીયા ગામેથી પોલીસે રૂા.૨.૫૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબજે કરી
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ખાંડણીયા ગામેથી પોલીસે એક બોલેરો ફોર વ્હીલર ગાડીનો પીછો કરતાં બોલેરો ફોર વ્હીલર ગાડીમાં સવાર ચાર ઈસમોએ ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી બીયરનો રૂા.૨,૫૨,૭૨૦ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૭,૫૨,૭૨૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે. ગત તા.૧૯મી એપ્રિલના રોજ દેવગઢ બારીઆની સાગટાળા પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆના ખાંડણીયા ગામે તરફ નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાં બે બોલેરો ફોર વ્હીલર ગાડીઓ ઉભી હતી અને એક ફોર વ્હીલર ગાડીમાંથી બીજી ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલલવામાં આવતો હતો ત્યારે પોલીસે આ જાેઈ લેતાં તે તરફ પોલીસ જતાંની સાથે પોલીસને જાેઈ સુરેશભાઈ કાળુભાઈ રાઠવા, પકેશભાઈ કાળુભાઈ રાઠવા (બંન્ને રહે.સીંગળાજા, તા.જિ.છોટાઉદેપુર), બોલેરો ફોર વ્હીલર ગાડીનો ચાલક તથા અન્ય એક બોલેરો ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ ફરાર થઈ ગયાં હતાં ત્યારે સ્થળ પર પડેલ અન્ય એક બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે બિયરની બોટલો નંગ.૧૯૪૪ કિંમત રૂા.૨,૫૨,૭૨૦ તથા બોલેરો ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૭,૫૨,૭૨૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે સાગટાળા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

