પરણિતા પાસે પતિ તથા સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરાઈ : ઝાલોદમાં પિયરમાં રહેતી લઘુમતિ કોમની પરણિતાએ મધ્યપ્રદેશ ખાતે રહેતાં પતિ તેમજ સાસરીયાઓમાં સામે ફરિયાદ નોંધાંવી
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં રહેતી અને મધ્યપ્રદેશના ઝાબુઆમાં લગ્ન કરેલ લઘુમતિ કોમની પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરી પરણિતાને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં પરણિતાએ ન્યાયની ગુહાર સાથે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
ઝાલોદના કોળીવાડા વિસ્તારમાં હાલ પોતાના પિયરમાં રહેતી ૨૪ વર્ષિય પરણિતા મુસ્કાનબીની સાકીરભાઈ ખાનના લગ્ન તારીખ ૦૭.૦૫.૨૦૧૮ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆમાં રહેતાં સાકીરભાઈ બાબુભાઈ ખાન સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના ૬ માસ સુધી પરણિતા મુસ્કાનબીબીને પતિ સાકીરભાઈ તથા સાસરીપક્ષના સલીમભાઈ બાબુભાઈ ખાન, ચાંદબાબુ ખાન, સાયરાબેન સલીમભાઈ ખાન અને બેગમબેન બાબુભાઈ ખાન દ્વારા સારૂ રાખ્યાં બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું. અને પરણિતા મુસ્કાનબેન પાસે દહેજની માંગણી કરી અવાર નવાર શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી તેમજ મારી નાંખવાની ધમકીઓ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા મુસ્કાનબેન પોતાના પિયરમાં આવી પહોંચી હતી અને આ સંબંધે મુસ્કાનબેન સાકીરભાઈ ખાન દ્વારા દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

