નડિયાદ ચકલાસીથી વેદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ

ચકલાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ચલાલી ગામની નવાનગર પ્રાથમિક શાળા સામે આવેલા કુવા પાસે એક ઇસમ વિદેશી દારૂ વેચતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી. ખેડા-નડીયાદ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. આરોપી અજયકુમાર જશુભાઇ તળપદાને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી કુલ ૫,૦૮,૮૦૦ રૂપિયાનો વિદેશી દારૂ અને ૫૦૦ રૂપિયાનું રોકડ મળીને કુલ ૫,૦૯,૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી સામે ચકલાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

