દાહોદના ખરોડ ગામનો બનાવ : દાહોદ એલસીબી પોલીસે એક યુવક પાસેથી ગેરકાયદે દેશી હાથ બનાવટની રિવોલ્વર ઝડપી પાડી
દાહોદ તા.૨૧
દાહોદ તાલુકાના ખરોડ ગામેથી રોડ પરથી દાહોદ એલસીબી પોલીસે એક ૩૬ વર્ષિય યુવકને ઝડપી પાડી તેની અંગ ઝડતીમાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની રિવોલ્વર કિંમત રૂા.૨ હજારની સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવા, પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદના ખરોડ ગામે જમનાદાસ કંપનીની પાસે રોડ ઉપરથી એક ૩૬ વર્ષિય યુવક પસાર થતાં પોલીસને તેની ઉપર શંકા ગઈ હતી અને પોલીસે તેની પાસે જઈ તેની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ ફ્રાન્સીસકુમાર ઉદેસીંગભાઈ નિનામા (રહે. ખરોડ, વાણીયાવાવ ફળિયું, તા.જિ,દાહોદ) જણાવ્યું હતું ત્યાર બાદ પોલીસે તેની અંગ ઝડતી કરતાં પોલીસે તેની પાસેથી એક દેશી હાથ બનાવટની રિવોલ્વર કિંમત રૂા.૨ હજારની સાથે ઝડપી પાડી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

