દાહોદ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ દરમ્યાન વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે


ઓરી અને રુબેલાથી વંચિત રહી ગયેલા બાળકોની ૯ મહિનાથી ૫ વર્ષ સુધીના બાળકોનું અચૂક રસીકરણ કરાવવું
*
બાળકના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે તમામ રસી અનિવાર્ય
*
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો શરૂ કરવામા આવેલ છે. જેમા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ એ ખુબ અગત્યનો કાર્યક્રમ છે. ભારત સરકારશ્રી દ્વારા આગામી તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ દરમ્યાન World Immunization Weekની ઉજવણી કરવામાં આવશે.

તે અનુસંધાને તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ વય આધારિત એનાલીસીસ મુજબ રહી ગયેલા તેમજ છુટી ગયેલ બાળકોનું રસીકરણ દર મહિનાના ચોથા ગુરૂવારે ખિલખિલાટ વાહનનો ઉપયોગ કરી કોઇ પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે મુજબ કામગીરી કરવામાં આવશે.

તે જ રીતે તા.૨૬/૦૪/૨૦૨૫ ના રોજ મિઝલ્સ અને રૂબેલાનાં MR elimination roadmap 2026 સ્ટ્રેટેજી મુજબ વય આધારિત રસીકરણ સમયપત્રક મુજબ મિઝલ્સ અને રૂબેલા (MR)ના ડોઝ બાકી રહી ગયેલ તેવા ૯ મહિનાથી ૫ વર્ષ સુધીના તમામ બાળકોનું ઝુંબેશરૂપે સઘન અચૂક રસીકરણ કરવામાં આવશે.

આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત નિયમિત રસીકરણ સેશન યોજાતા હોય છે અને મમતા દિવસની કામગીરી દર બુધવારે કરવાની થતી હોય છે. તે ધ્યાને લઈ તા.૩૦/૦૪/૨૦૨૫ ના રોજ પાંચમા બુધવારે રૂટીન મમતા દિવસ નુ આયોજન કરવામાં આવશે.

આમ, વર્લ્ડ ઈમ્યુનાઈઝેશન વીકની ઉજવણીના ભાગરૂપે તા.24.4.2025 ના રોજ ખિલખિલાટ રસીકરણ, તા. 26.4.2025 ના રોજ ઓરી રસીકરણ અને તા. 30.4.2025 ના રોજ (પાંચમો બુધવાર) મમતા દિવસનું આયોજન કરવામાં આવશે.

One thought on “દાહોદ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ દરમ્યાન વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!