તમાકુ નિયંત્રણ સેલ દ્વારા બસ સ્ટેશન અને શાળાની આજુબાજુના વિસ્તારમાં દુકાનદારો પર કાર્યવાહી
નરેશ ગનવાણી નડિયાદ

વસો તાલુકાના રામોલ ગામે તાજેતરમાં તાલુકા એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા તમાકુ વિરોધી જનજાગૃતિ અને કાયદાની અમલવારી માટે રેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કામગીરી તમાકુ નિયંત્રણ સેલ, વસો દ્વારા જિલ્લામાં આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આરોગ્ય શાખા, રેવન્યુ વિભાગ, પોલીસ, શિક્ષણ અને પંચાયત વિભાગના સંયુક્ત પ્રયાસોથી રેડ સફળતાપૂર્વક યોજાઈ.
રેડ દરમિયાન બસ સ્ટેશન અને શાળાની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવી, જેમાં લારીગલ્લાવાળાઓએ સૂચક બોર્ડ ન લગાવ્યા હોય તેવા પાંચ કેસ સામે આવ્યા. તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
