દાહોદ બસ સ્ટેશનની ઘટના : બસમાં ચડી રગેલ પેસેન્જરની બેગમાંથી મોબાઈલ અને રોકડા રૂપીયા ચોરાયા
દાહોદ તા.૨૨
દાહોદ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં એક મુસાફર બસમાં ચઢતી વેળાએ કોઈ અજાણ્યા ચોર ઈસમે મુસાફરની પાસે રહેલ પર્સ લઈ રફુચક્કર થઈ જતાં પર્સમાં મુકી રાખેલ મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપીયા ૬ હજાર મળી કુલ રૂા.૧૪ની મત્તાનું પર્સ લઈ ફરાર થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૮મી એપ્રિલના રોજ દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં પાવનધામ સોસાયટીમાં રહેતાં ૪૩ વર્ષિય મનિષભાઈ રમેશચંદ્ર શાહ સાંજના ૬ વાગ્યાના આસપાસ દાહોદ બસ સ્ટેશન ખાતે આવ્યાં હતાં. મનિષભાઈ બસમાં ચઢતાં હતાં તે સમયે કોઈ અજાણ્યા ગઠીયાએ મનિષભાઈની પાસે રહેલ બેગમાં રાખેલ પર્સ ચોરી કરી લઈ અજાણ્યા ગઠીયો ફરાર થઈ ગયો હતો. મનિષભાઈએ બાદમાં પોતાનું બેગ ચેક કરતાં તેમાં પર્સ જાેવા ન મળતાં બસ સ્ટેશન વિસ્તારમાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં તેઓ પણ બસ સ્ટેશન ખાતે પહોંચી ગયાં હતાં જ્યાં ગઠીયાને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ગઠીયો મળ્યો ન હતો. મનિષભાઈનું ચોરી થઈ ગયેલ પર્સમાં એક મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપીયા ૬ હજાર હતાં. આ સંબંધે મનિષભાઈ રમેશચંદ્ર શાહ દ્વારા દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

