નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
દાહોદ તા.૨૪
આજરોજ દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ ઉદય ટીલાવત ના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ ભગીરથ બામણીયા ના અધ્યક્ષ સ્થાને નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ની મોબાઈલ બ્લડ ડોનેશન વાન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં કુલ ૨૧યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું.
આવો અને પવિત્ર કાર્યમાં ભાગીદાર બનો ! તમારું એક બોટલ લોહી-અનેક જીંદગીઓ માટે આશાની કિરણ બની શકે છે. સગર્ભા માતાઓ-નવજાત શિશુઓને જરૂરત સમયે લોહી મળી રહે-એ માટે રક્તદાન અમૂલ્ય છે. ચાલો, જીવન બચાવીએ..આવો રક્તદાન કરીએ.. નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા તમામ રક્તદાતાઓ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Good https://lc.cx/xjXBQT
Very good https://lc.cx/xjXBQT