સંજેલીમાં ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા જ્યુસ સેન્ટરોની ઓચિંતી મુલાકાત લીધી

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and Drugs Control Administration) ના ખોરાક વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઑફિસર શ્રી વી.ડી.રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ફુડ સેફટી ઓફિસર એ.પી. ખરાડી અને પી.એચ. સોંલકીની ટીમ દ્વારા દાહોદ ના સંજેલી તાલુકમાં ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખી તારીખ: ૨૩/૦૪/૨૦૨૫ના રોજ સંજેલી નગરમાં આવેલ કેરીના રસની લારીઓ, તંબુઓ, દુકાનો, પકોડીની લારીઓ, લસ્સી, બદામશેક વેચતા ટેમ્પાઓની ફુડ સેફટી એક્ટની જોગવાઇ મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસમાં ફુડ સેફટીવાન નો પણ ઉપયોગ કરવામાં આવેલ હતો આવી કુલ-૧૧ (કેરીના રસનું વેચાણ કરતી પેઢીઓની તપાસ કરવામાં આવેલ જેમાં ૧૧ કેરીના રસના નમુના લઈને લેબોરેટરીમાં મોકલી આપેલ છે રીપોર્ટ આવ્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વધુમાં આઇસ્ક્રીમ નું વેચાણ કરતી દુકાનોમાં પણ તપાસ કરવામાં આવેલ છે જેમાં ૧ બદામ શેકનો નમુનો લેવામાં આવ્યો છે. અને ૧ દુધનો નમુનો પણ લેવામાં આવ્યો છે વધુમાં આ તપાસમાં કરીયાણાની દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બિસ્કીટ, ચોક્લેટ, ગોળના પણ નમુના લેવામાં આવ્યા છે. આ તપાસમાં બે પકોડીની લારીઓમાં પકોડીનું પાણી આશરે ૭ લીટર જેવું સ્થળ પર નાશ કરાવેલ છે. આમ આ તપાસમાં કુલ-૧૧ કેરીના રસ, ૧ બદામ શેક, ૧ દુધ, ૧ બિસ્કીટ, ૧ ચોક્લેટ, ૨ ગોળ આમ કુલ-૧૭ નમુના લીધેલ છે.

One thought on “સંજેલીમાં ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા જ્યુસ સેન્ટરોની ઓચિંતી મુલાકાત લીધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!