નડિયાદમાં વિશ્વ મલેરીયા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે કાર્યક્રમ યોજાયો

નરેશ ગનવાણી નડિયાદ

વિશ્વ મલેરીયા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આજ રોજ મહાનગરપાલિકા નડિયાદ દ્વારા વિવિધ વિસ્તારોમાં મેલેરિયા ને લગતી કામગીરી પોરાનાશક કામગીરી, એન્ટોમોલોજીકલ વર્ક તથા મેલેરિયાના દર્દીને શોધવા માટેની ફિલ્ડ લેવલની કામગીરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર એકમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ મેલેરિયા રિસર્ચ સેન્ટર દ્વારા મલેરીયા ફેલાવતા  મચછર ના જીવનચક્ર નું પ્રદર્શન  રાખવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ વિસ્તારના લાભાર્થીઓએ હાજર રહી  મેલેરિયા ફેલાવતા  મચ્છર ના જીવનચક્ર નું પ્રદર્શન નિહાળ્યું હતું અને મેલેરિયા વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરી હતી આ પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તથા  હેલ્થ ઓફિસર તથા મેડિકલ ઓફિસર અને આરોગ્ય કર્મચારીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ દ્વારા  એનસીડી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રજાજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

8 thoughts on “નડિયાદમાં વિશ્વ મલેરીયા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે કાર્યક્રમ યોજાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!