ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ધારદાર રજૂઆત રંગ લાવી દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગામાં થયેલો કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો

ભૂતકાળમાં દાહોદ જિલ્લાના ધાનપુર તેમજ દેવગઢબારિયા તાલુકાના કેટલા ગામોમાં મનરેગાના કામોમાં મસમોટું કરોડોનું કૌભાંડ થયું હતું. તેના સંદર્ભે કોંગ્રેસના અમિત ચાવડાએ ગુજરાત વિધાનસભા ગૃહની અંદર ધારદાર રજૂઆત કરી આ કૌભાંડ અંગેના પુરાવા રજૂ કર્યા હતા. જેના આધારે તપાસના ચક્રો ગતિમાન થયા હતા. અને એ ગતિ માન ચક્રોના આધારે આ કૌભાંડમાં સંડોવાયેલ એજન્સી અને જવાબદાર સરકારી અધિકારી/ કર્મચારીઓ/કરાર આધારિત કર્મચારીઓની સંડોવણી બહાર આવતા આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તે પૈકીના કેટલાકની ધરપકડ કરી અત્રેની કચેરીએ લાવી દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીએ તપાસ ચાલુ કરી પૂછપરછ હાથ ધરતા ભ્રષ્ટ અધિકારી /કર્મચારીઓમાં ભૂકંપી ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે આ મામલે જિલ્લા ફલક પર તરેહ તરેહની ચર્ચાઓ વહેતી થવા પામી છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ તારીખ ૧-૧-૨૦૨૧થી તારીખ ૩૧-૧૨-૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના કુવા તથા રેઢાણા તેમજ ધાનપુર તાલુકાના સીમામોઇ ગામે મનરેગાના થયેલા કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ઉગ્ર રજૂઆત ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના અમિત ચાવડાએ પુરાવા સાથે કરી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ મામલે તરેહ તરેહના આક્ષેપો પણ થયા હતા અને તે મામલે લેખિત અને મૌખિક રજૂઆતો પણ ઉચ્ચસ્તર સુધી કરવામાં આવી હતી. આ તમામ બાબતોને ગંભીરતા પૂર્વક ધ્યાને લઈ ઉપરોક્ત ત્રણેય ગામોમાં મનરેગા યોજના હેઠળ થયેલા સામૂહિક કામોની સંલગ્ન વિભાગના અધિકારી કર્મચારીઓની ટીમે સ્થળ તપાસણી કરી હતી. જેમાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ કરવાના થતા કામો અપૂર્ણ જણાઈ આવ્યા હતા. અને તે કામો અપૂર્ણ હોવા છતાં આ કામો જે એજન્સી એ લીધા હતા તે એજન્સીના માણસો તથા જવાબદાર સરકારી અધિકારી/કર્મચારીઓએ એકબીજાના મેળ પીપણામાં પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી જન કલ્યાણ માટેની મનરેગા યોજનાના સામૂહિક કામોમાં એજન્સી દ્વારા અધૂરા કામો થયેલ હોવા છતાં મનરેગાના કામો માટે માલ સામાન સપ્લાય કરવાની ટેન્ડર પ્રોસેસમાં ભાગ લીધો નથી અથવા પોતે તે ટેન્ડર પ્રક્રિયામાં સામેલ નથી અને સપ્લાય કરવા અધીકૃત નથી એની કાયદેસરની હકીકત જાણવા છતાં આ એજન્સીઓએ ગેર કાયદેસર રીતે માલસામાન સપ્લાય કરી તેમજ તે કામોનું કમ્પ્લીસન સર્ટી મેળવી તથા ખોટા પુરાવા ઉભા કરી નાણા મેળવવા સાચા તરીકે રજુ કરતા કાયદેસર કરવાની થતી ફરજમાં નિષ્કાળથી દાખવનાર જવાબદાર સરકારી અધિકારી/ કર્મચારીઓ/કરાર આધારિત કર્મચારીઓએ પોતાના આર્થિક લાભ માટે બિનપાત્રતા ધરાવતી એજન્સી ને નાણાનું ચુકવણું કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાનું પ્રકાશમાં આવતા આ સંબંધે દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી એમ પટેલે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર નાણા મેળવનાર એજન્સીના જવાબદાર વ્યક્તિઓ તથા કાયદેસરની કરવાની થતી ફરજમાં નિષ્કાળજી દાખવનાર જવાબદાર સરકારી અધિકારી/ કર્મચારી/કરાર આધારિત કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે બીએનએસ કલમ ૩૧૬(૨),૩૧૬(૫),૩૧૮(૪),૩૩૬(૨),૩૩૮,૩૪૦(૨), ૩(૫),૬૧(૨) મુજબ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી આ કૌભાંડમાં સંડોવાયેલ એજન્સીના માણસો તેમજ જવાબદાર સરકારી અધિકારી/ કર્મચારીઓ પૈકીના કેટલાકની પોલીસે ધરપકડ કરી અત્રેની કચેરીએ લાવી દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીએ ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા ભ્રષ્ટાચારી અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ભૂકંપી ખળભળાટ મચી જવા પામ્યો છે.

Awesome https://is.gd/N1ikS2