કપડવંજ તાલુકામા SOG પોલીસે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો
નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ નજીક પોલીસે બાતમીના આધારે શિવાનંદની ટેકરી વાઘજીપુરા જાહેર રોડ પર આવેલી એક ચા-પાનની દુકાનના માલિક ચંદ્રકાંત ઉર્ફે લાલો ક્રિપાશંકર સેવકની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી એક બેગમાંથી ૨ કિલો ૧૮૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. FSL દ્વારા આ જથ્થાની તપાસ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમો ગામના સુરજ શંકરસિંહ ચાવડા પાસેથી ગાંજો મેળવતો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ચંદ્રકાંત ઉર્ફે લાલો પોતાની ચા-પાનની દુકાનની આડમાં ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસને આ અંગે પાકી બાતમી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

Good https://rb.gy/4gq2o4
Good https://is.gd/N1ikS2