ઝાલોદ ઝલાઈ માતાના મંદિર પાછળ કપચીના ઢગલાને કારણે મોટરસાયકલ પરથી પડેલ ચાલકનું સ્થળ પર જ મોત

રાત્રિના સમયે ઝાલોદ ઝલાઈ માતાના મંદિર પાછળ નવા બનતા નાળા પાસે પૂરપાટ દોડી આવતી મોટર સાયકલ રોડની સાઈડ પર કરેલ કપચીના ઢગલા પર ચડી જતા ચાલકે મોટરસાયકલના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સાથે નીચે પટકાતા શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના ખરસાણા ગામના તળાવ ફળિયામાં રહેતા ૨૬ વર્ષીય રવિન્દ્રભાઈ પુંજાભાઈ બરજોડ ગત તારીખ ૨૫-૪-૨૦૨૫ ના રોજ રાત્રિના સમયે તેના કબજાની જી.જે. ૨૦બીજે-૦૬૦૨ નંબરની મોટરસાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ઝાલોદ ઝલાઈ માતાના મંદિર પાછળ નવા બનતા નાળા પાસે રોડની સાઈડમાં કરેલ કપચીના ઢગલા પર મોટરસાયકલ ચડાવી દેતા ચાલક રવિન્દ્રભાઈ બરજોડે મોટરસાયકલ ના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સાથે કપચીના ઢગલામાં જ નીચે પડતા તેને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. બીજે દિવસે સવારે ઘટનાની જાણ થતા મરણ જનાર રવીન્દ્રભાઈ બરજોડના પિતા પુંજાભાઈ તેરસિંગભાઈ બરજોડે આ સંબંધે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઝાલોદ પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Good https://is.gd/N1ikS2
Very good https://is.gd/N1ikS2
Very good https://is.gd/N1ikS2
Good https://is.gd/N1ikS2