લાલચના જાળમાં બે લોકો ઠગાયા, મહેમદાબાદ અને માતરમાં ઠગાઈના બે કિસ્સા
નરેશ ગનવાણી નડિયાદ

ટેક્નોલોજી તો સ્માર્ટ બની છે, પણ લોકો હજી લાલચ અને અજાણપણામાં ફસાઈ જાય છે. આવો જ કિસ્સો જોવા મળ્યો છે મહેમદાબાદના ઘોડાસર અને માતરના લીંબાસી ગામે, જ્યાં બે વ્યક્તિઓએ અલગ અલગ રીતે નફાની લાલચમાં આવી પોતાનું મોટું નાણાં ગુમાવ્યું છે. ઘોડાસર ગામે રહેતા છત્રસિંહ પોપટભાઈ ડાભીને વોટ્સએપ પર એક અજાણ્યા નંબરથી લેપટોપ વેચાણ સંબંધી સંદેશો મળ્યા હતા. માત્ર રૂ. ૫,૫૦૦માં સરસ કંડિશનવાળો લેપટોપ જોઈ તેમણે ઓર્ડર આપ્યો. બાદમાં બુકિંગ, ડિલિવરી અને અન્ય અલગ અલગ ચાર્જના બહાને તેમની પાસેથી ટુકડે ટુકડે કરીને કુલ રૂ. ૩૨,૫૧૮ પડાવી લેવામાં આવ્યા. અંતે ન લેપટોપ મળ્યું, ન પૈસા પરત મળ્યા. તેમણે પહેલા સાયબર હેલ્પલાઇન અને પછી મહેમદાબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે માતરના લીંબાસી ગામના મયુરભાઈ રબારી, જે પોતે શેર બજારમાં ઓનલાઈન ટ્રેડિંગ કરે છે, તેઓ અગાઉ થયેલા નુકસાનથી ઉઘરાવા એક ટેલિગ્રામ ચેનલમાં જોડાયા. જ્યાં નફાના મેસેજો અને લાલચ આપતા લોકોમાં વિશ્વાસ આવી ગયો. એક અજાણ્યા વ્યક્તિએ ક્રિપ્ટો કરન્સી માં રોકાણ કરાવવા કહ્યું અને નફાની ખાતરી આપી. બાદમાં યુપીઆઈ દ્વારા ખાતા વેરિફિકેશનના નામે કુલ રૂ. ૧.૩૭ લાખ પડાવી લેવામાં આવ્યા. તેમણે પણ સાયબર હેલ્પલાઇન અને પોલીસ મથકે ફરિયાદ કરી છે.
બન્ને ઘટનાઓમાં ગુના નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.


Very good https://is.gd/N1ikS2
Good https://is.gd/N1ikS2
Awesome https://is.gd/N1ikS2