ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં યોગ ટ્રેનર ભાઇ-બહેનોની પરીક્ષા લેવાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં યોગ ટ્રેનર ભાઇ-બહેનોની પરીક્ષા લેવાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર ભાઇઓ-બહેનોને 100 દિવસ સુધી તાલીમ આપવામાં આવી હતી.
એ સાથે સાત દિવસ સુધી ઓનલાઇન ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. આ દરમ્યાન યોગને લગતી ઓનલાઇન એક્ઝામ પણ લેવામાં આવી હતી.
પરીક્ષામાં પાસ થયેલ યોગ ટ્રેનર ભાઇઓ-બહેનોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દાહોદ જિલ્લા યોગ કો. ઓર્ડીનેટરશ્રી ધુળાભાઈ પારગી દ્વારા જિલ્લા કક્ષાએ જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતે પ્રેક્ટીકલ અને વાઇવાની એક્ઝામ પણ લેવામાં આવી હતી.
આ નિમિતે જિલ્લા સોશિયલ મીડિયા કો. ઓર્ડીનેટરશ્રી, લીમખેડા, તાલુકા યોગ કોચશ્રી, જીલ્લા રમત ગમત કચેરીના સ્ટાફ સહિત ૧૩ યોગ ટ્રેનર ભાઇઓ – બહેનોએ હાજર રહ્યા હતા.
