દાહોદ જિલ્લાની તિજોરી કચેરીએથી પેન્શન મેળવતા પેન્શરોએ હયાતી ખરાઈ કરાવી લેવી

દાહોદ તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા તમામ પેન્શનરોને જણાવવાનુ કે, ગુજરાત રાજ્ય તિજોરી નિયમો-૨૦૦૦ના નિયમ-૨૭૨ માં કરેલ જોગવાઇ મુજબ વાર્ષિક હયાતીની ખરાઇ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મે માસમાં કરાવવાની રહે છે.
જે પેન્શનરો મે મહિનામાં હયાતીની ખરાઇ ન કરાવી શકે તેમને હયાતીની ખરાઇ કરાવવા માટે જુલાઇ માસ સુધી છુટ આપવામાં આવે છે. જો જુલાઇ માસ સુધીમાં પણ હયાતીની ખરાઇ કરાવવામાં નિષ્ફળ જાય તેવા પેન્શનરોનુ પેન્શન ચુકવવાનુ ઓગસ્ટ-૨૦૨૫ માસથી સ્થગિત કરવામાં આવશે.
જે પેન્શનરો જે બેંકમાથી પેન્શન મેળવતા હોય તે બેંકમાં રૂબરૂ જઇને સમય મર્યાદામાં અચુક હયાતીની ખરાઇ કરાવી લેવાની રહેશે.
વધુમાં ચાલુ વર્ષે સરકારશ્રી દ્વારા પોસ્ટ વિભાગ મારફતે પણ ઓનલાઇન હયાતીની ખરાઇ વિનામૂલ્યે પેન્શનરશ્રીના તિજોરી કચેરીમાં દર્શાવેલ સરનામાં મુજબ જે તે નજીકના પોસ્ટ મેન દ્વારા જીવન પ્રમાણ પોર્ટલ પર ડીજીટલ લાઇફ સર્ટીફિકેટની પધ્ધતિ મુજબ પેન્શનરોના ઘર આંગણે નિ:શુલ્ક હયાતી પણ કરવામાં આવનાર હોઇ તે મુજબ પણ હયાતીની ખરાઇ કરાવી શકો છો. જેની તમામ પેન્શનરોએ નોંધ લેવી એમ એન.પી.ચૌધરી,જિલ્લા તિજોરી અધિકારીશ્રી, દાહોદ દ્વારા જણાવાયું છે.
