ઝાલોદ 130 વિધાન સભા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત રૂ. ૫૧૭ લાખના માતબર ખર્ચે ૪૭ ઓરડાઓ તથા ૩૬ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, ટોઇલેટ,પેવર બ્લોક અને સી.સી.રોડનું ખાતમુહૂર્ત કર્યું : ડુંગરી,પીપળીયા, થાળા ,સીમળીયા ,સારમારિયા, પાણીવેડ, અને કદવાળ પ્રાથમિક શાળાઓનું ખાતમુર્હુત અને લોકાર્પણ મહેશભાઈ ભુરીયા દ્રારા કરવામાં આવ્યું
દાહોદ તા.૦૩
ઝાલોદ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ ગામ ખાતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી સમગ્ર શિક્ષા અંતર્ગત રૂ. ૫૧૭ લાખના માતબર ખર્ચે ૪૭ ઓરડાઓ તથા ૩૬ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, ટોઇલેટ,પેવર બ્લોક અને સી.સી.રોડનું ખાતમુહૂર્ત કર્યું.
આ નવીન ઓરડાઓનું સકારાત્મક અને ઉર્જાસભર વાતાવરણ વિદ્યાર્થીઓના ભણતરને વધું સુદ્રઢ બનાવશે.
ડુંગરી ગામે ડુંગરી પ્રાથમિક શાળામાં ૬૬ લાખના ખર્ચે નવીન ૬ ઓરડાઓનું ખાતમૂહુર્ત કર્યું , પીપળીયા ગામે પીપળીયા પ્રાથમિક શાળામાં ૬૬ લાખના ખર્ચે નવીન ૬ ઓરડાઓનું ખાતમૂહુર્ત કર્યું , થાળા(લીમડી) ગામે થાળા(લીમડી) પ્રાથમિક શાળામાં ૯૯ લાખના ખર્ચે નવીન ૯ ઓરડાઓનું ખાતમૂહુર્ત + ૩૬ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ,ટોઇલેટ,પેવર બ્લોક અને સી.સી.રોડ ખાતમુર્હુત કર્યું.,સીમલીયા ગામે સીમલીયા પ્રાથમિક શાળામાં ૮૮ લાખના ખર્ચે નવીન ૮ ઓરડાઓનું ખાતમૂહુર્ત કર્યું ,સારમારીયા ગામે સારમારીયા પ્રાથમિક શાળામાં ૪૪ લાખના ખર્ચે નવીન ૪ ઓરડાઓનું લોકાપર્ણ , પાણીવેડ ગામે પાણીવેડ પ્રાથમિક શાળામાં ૮૮ લાખના ખર્ચે નવીન ૮ ઓરડાઓનું ખાતમૂહુર્ત, કદવાળ ગામે કદવાળ પ્રાથમિક શાળામાં ૬૬ લાખના ખર્ચે નવીન ૬ ઓરડાઓનું લોકાપર્ણ
ઓરડાઓની કુલ રકમ : ૫૧૭ લાખ (૪૭ ઓરડા,
૩૬ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ,ટોઇલેટ,પેવર બ્લોક અને સી.સી.રોડ ખાતમૂહુર્ત
આ પ્રસંગે જિલ્લા સદસ્ય સુનિલભાઈ હઠીલા,શ્રી કૃષ્ણરાજ ભુરીયા, ઉષાબેન વહોનીયા,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,તાલુકા સદસ્ય,સરપંચ ,શાળાના આચાર્ય અને સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

