ઓગસ્ટ મહિનાના આગામી તહેવારો અને કોરોના મહામારીનાં જિલ્લામાં વધી રહેલા સંકટને ધ્યાને લેતા દાહોદ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિજય ખરાડીનું જાહેરનામું
૦૦૦
દાહોદ જિલ્લામાં તહેવારો અને સ્થાનિક મેળાઓની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંઘ
૦૦૦
તાજીયાના ઝૂલુસ કે જાહેરમાં ગણેશ વિસર્જન કરી શકાશે નહી
૦૦૦
દાહોદ, તા. ૧૧ : ઓગસ્ટ મહિનાના આગામી તહેવારો અને કોરોના મહામારીનાં જિલ્લામાં વધી રહેલા સંકટને ધ્યાને લેતા દાહોદ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિજય ખરાડીએ આ બાબતે એક જાહેરનામું બહાર પાડયું છે. તદનુસાર આગામી તહેવારો જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ મહોત્સવ, મહોર્રમ અને સ્થાનિક મેળાઓની ઉજવણી બાબતે કેટલાંક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.
જેમાં તહેવારો અને સ્થાનિક મેળાઓની જાહેરમાં ઉજવણી કરી શકાશે નહી. શોભાયાત્રાઓ, મેળાઓ, પગપાળા યાત્રાઓ, પદયાત્રિકો માટેના સેવા કેમ્પો, તાજીયાના ઝૂલુશ અને વિસર્જન યાત્રા, સરઘસ વગેરેને કારણે મોટી ભીડ એકત્રિત થતાં કોરોના સંક્રમણ વધી જવાની શકયતા હોય આ તમામ બાબતો પર પ્રતિબંધ મુકતું જાહેરનામું તા. ૧૦/૦૮/૨૦૨૦ ના રોજ પસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું આગામી તા.૧૫/૯/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ આઇપીસીની કલમ ૧૮૮ તેમજ અન્ય કલમો અનુસાર ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી કરાશે.
#Sindhuuday Dahod