સામૂહિક આરોગ્ય કેન્દ્ર અગાશવાણી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

દાહોદ તા.૦૬

આજરોજ દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ બ્લડ ડોનેશન વાન તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અગાશવાણી ના સહયોગ થકી ગ્રામ્ય કક્ષાએ રક્તદાન કેમ્પનુ આયોજન કરી 26 થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું છે.

અતિ જોખમી સગર્ભા માતાઓ, ગંભીર બિમારી ધરાવતા નવજાત શિશુઓ અને અન્ય જરૂરતમંદને તાત્કાલિક અને સમયસર રકત પુરૂ પાડી શકાય તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી તથા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

તમે મહાન છો !
કેમકે ‘રક્તદાન’ કરો છો

18 થી 65 વર્ષ સુધીની તંદુરસ્ત વ્યક્તિ અને જેમનું વજન 45 કિલોગ્રામ કે તેથી વધારે હોય રક્તદાન કરી શકે છે.

રક્તદાન કરી જુઓ સારું લાગશે

૧૮ થી ૬૫ વર્ષની તંદુરસ્ત વ્યકતિ દર ૯૦ દિવસના અંતરે રક્તદાન કરી શકે છે. આવો, આપણે સહુ સાથે મળીને રક્તદાનની આપ્રવૃત્તિને વેગવંતી બનાવવા પુરતા પ્રયત્નો કરીએ. રક્તદાન કરી આનંદની લાગણી અનુભવીએ.

યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 26 થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તમામ રક્તદાતાઓ ને અભિનંદન પાઠવવામાં આવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!