દાહોદ જિલ્લામાં તોફાની અને પ્રચંડ વાવાઝોડાની બાદ કમોસમી વરસાદી માહોલ : બે દિવસમાં દાહોદ જિલ્લામાં 6 મીમી વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

દાહોદ તા.૦૭

દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો તેમાં બે દિવસની અંદર જિલ્લામાં કુલ 5.56 મીમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને હવામાં વિભાગની આગાહી પ્રમાણે વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી હતી તેવા સમયે બે દિવસ પહેલા દાહોદ જિલ્લામાં પ્રચંડ વાવાઝોડા ને પગલે તમામ સ્થળોએ કુદરતી વાવાઝોડાનું જિલ્લામાં તાંડવ સર્જાયું હતું. જેને પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાહી થઈ જવાના બનાવવાની સાથે સાથે કાચા પાકા તેમજ પતરાવાળા મકાનોને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું. તો બીજી તરફ 25 થી વધુ મકાનોમાં આગની ઘટના પણ બની હતી. ત્યારે બે દિવસની અંદર દાહોદ જિલ્લામાં ઘણા સ્થળોએ વરસાદ પણ પડ્યો હતો જેમાં છેલ્લા બે દિવસના સમયગાળા દરમિયાન ફતેપુરામાં પાંચ મીમી વરસાદ પડ્યો હતો. ઝાલોદમાં 22મી, લીમખેડામાં એક મીમી, દાહોદમાં 12 મીમી, ગરબાડામાં ચાર મીમી, દેવગઢ બારિયામાં બે મીમી, ધાનપુરમાં એક મીમી, સંજેલીમાં બે મીમી અને સિંગવડમાં એક મીમી વરસાદ નોંધાયો છે. તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ બે દિવસ પહેલા આવેલા પ્રચંડ વાવાઝોડાને પગલે જિલ્લામાં થયેલ નુકસાન અને પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર કામે જોતરાઈ ગયું છે અને અસરગ્રસ્તોને મદદ માટેની કામગીરી પણ આરંભ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!