વાવાઝોડાની વચ્ચે લીમખેડાના ધુમણી ગામે દિવાલ ઘસી પડતા ચાર વર્ષિય માસુમ બાળાનું મોત
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ધુમણી ગામે પ્રચંડ વાવાઝોડામાં દિવાલ ધરાશાયી થતા એક ચાર વર્ષે બાળકીનું દીવાલની નીચે દબાઈ જવાના કારણે મોત નિપજયાનું જાણવા મળે છે.
ગત તારીખ પાંચમી મે ના રોજ દાહોદ જિલ્લામાં આવેલ પ્રચંડ વાવાઝોડાને પગલે સર્વત્ર કુદરતી આફતનો સામનો લોકોને કરવો પડ્યો હતો જેમાં લીમખેડા ના ધુમણી ગામે રોડ ફળિયામાં રહેતા મુકેશભાઈ વેસ્તાભાઈ માવીના પરિવારની ચાર વર્ષીય માસુમ જાગૃતીબેન વિપુલભાઈ માવી જે માસુમ બાળા ઘરની દીવાલ પાસે નાહવા માટે ગઈ હતી તે દરમિયાન પ્રચંડ વાવાઝોડાને પગલે દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને જેની નીચે ચાર વર્ષીય માસુમ જાગૃતીબેન દીવાલને નીચે દબાઈ જતા તેઓનું મોત નીપજ્યું હતું. માસુમ બાળાના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે મુકેશભાઈ વેસ્તાભાઈ માવીએ લીમખેડા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

