કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ પ્રધાનમંત્રી ખનિજ કલ્યાણ ક્ષેત્ર યોજના અંતર્ગત ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન દાહોદની ગવર્નીંગ કાઉન્સિલ અને મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ

દાહોદ જિલ્લાના ડેવલપમેન્ટ માટે એજ્યુકેશન સ્તર ઊંચું હોય એ ખુબ જ જરૂરી છે.-કલેકટર યોગેશ નિરગુડે
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા અને નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલની ઉપસ્થિતિ હેઠળ પ્રધાનમંત્રી ખનિજ કલ્યાણ ક્ષેત્ર યોજના અંતર્ગત ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન દાહોદની ગવર્નીંગ કાઉન્સિલ અને મોનીટરીંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન કલેકટરરએ પરફેક્ટ પ્લાનિંગ દ્વારા કામગીરી કરવા માર્ગદર્શન સહિત સૂચના આપતાં કહ્યું હતું કે, જે કામો અગત્યના હોય તેવા કામોને પ્રાયોરિટી આપીને સમયનુસાર પૂર્ણ કરવા તેમજ એજ્યુકેશન સેક્ટરને મહત્વતા આપી કામગીરી કરવી. ડેવલપમેન્ટ માટે એજ્યુકેશન સેક્ટર એ સૌથી ઈમ્પોર્ટન્ટ સેક્ટર છે.
આ નિમિતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઇન્ડેશન દ્વારા વિવિધ સેક્ટરના વિવિધ કામોની તાલુકા વાઇસ આંકડાકીય વિગતો પીપીટી દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં ડ્રિન્કિંગ વોટર સપ્લાય, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, સ્કિલ ડેવલપમેન્ટ માટેના કરેલ કામો, બાકી કામો, લેવાના કામો, કામોની આવેલ દરખાસ્તની વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં શાળાઓમાં પીવાના પાણીની સુવિધા, ઓરડાઓની સુવિધા, રસ્તાના કામો, કૂવાના કામો સહિત અન્ય સુવિધાઓની આવેલ દરખાસ્ત અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ દરમ્યાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા આયોજન અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા ફોરેસ્ટ અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, જિલ્લા ભુસ્તરશાસ્ત્રીશ્રી, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી સહિત અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
