દાહોદમાં આજે વધુ ૨૨ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી

દાહોદ તા.૧૧
દાહોદમાં આજે બધું ૨૨ કોરોના દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૭૮૪ ને પાર પહોંચ્યો છે. આજના ૨૨ પૈકી નવ દર્દીઓ રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો એક્ટિવ કેસની સંખ્યા ૨૩૧ રહેવા પામ્યા છે. આમ, દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણનો આંકડો કોઈક દિવસ ઝડપથી આગળ વધી રહ્યો છે તો કોઈક દિવસ આંકડાઓમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. આમ, રોજબરોજ દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણની સંખ્યામાં ઉતાર-ચઢાવ તો થઇ જ રહ્યું છે પરંતુ તે સાથે કોરોના સંક્રમણની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.
આજના ૨૨ કોરોના દર્દીઓ જેમાં ૧) ખિલનભાઈ રાજેશકુમાર શાહ (ઉવ.૧૮ રહે. દાહોદ દેસાઈવાડા), ર) વિનયકુમાર અમરતભાઈ નિમાચીયા (ઉવ.૧૮ રહે. જેસાવાડા દાહોદ), ૩) શિવમ કુમાર નરેશભાઈ ચોૈહાણ (ઉવ.ર૦ રહે. જેસાવાડા દાહોદ), ૪) વિનોદભાઈ કાંતીભાઈ સોલંકી (ઉવ.પ૯ રહે. જેસાવાડા દાહોદ), પ) રસીકકુમાર મધુભાઈ ચોૈહાણ (ઉવ.ર૧ રહે. જેસાવાડા દાહોદ), ૬) ધર્મેન્દ્રભાઈ ગણપતભાઈ પરમાર (ઉવ.૩૦ રહે. જેસાવાડા દાહોદ), ૭) પ્રવીણકુમાર હરીલાલ સોલંકી (ઉવ.૪૮ રહે. જેસાવાડા દાહોદ), ૮) ચિરાગકુમાર દશરથલાલ પંચાલ (ઉવ.૩૦ રહે. ઈન્દોર રોડ દાહોદ), ૯) વિરલબેન પથિકકુમાર લખારા (ઉવ.૩૪ રહે. ઝાલોદ રોડ લીમખેડા દાહોદ), ૧૦) અંજનાબેન રાજેશકુમાર શાહ (ઉવ.૩૯ રહે. દેસાઈવાડા દાહોદ), ૧૧) જશવંતભાઈ કનૈયાલાલ સોની (ઉવ.૬૧ રહે. દોલતગંજ બજાર દાહોદ), ૧ર) ર્ડા.મિત્તલ સી બલાત (ઉવ.૩૯ રહે. ઝાયડસ મેડીકલ હોસ્પીટલ), ૧૩) ચોૈહાણ કિરીટભાઈ મગનભાઈ (ઉવ.૩૯ રહે. ગોધરા રોડ).
૧) તોલારામ તક્ષનામ ધર્માણી (ઉવ.૭૦ રહે. પંડ્યા ફાર્મ દાહોદ), ર) દિવ્યાંગ રમેશભાઈ પ્રજાપતિ (ઉવ.ર૬ રહે. સહકાર નગર દાહોદ), ૩) સાવરીયા મહેશ શંકર (ઉવ.૪૪ રહે. સમડી સર્કલ, તુલસી એપાર્ટમેન્ટ બારીયા), ૪) રેખાબેન વિષ્ણુભાઈ ચોૈહાણ (ઉવ.૪૦ રહે. ગામતળ જેસાવાડા ગરબાડા), પ) ચોૈહાણ કોકીલાબેન તુલસીદાસ (ઉવ.૬૦ રહે. ગામતળ જેસાવાડા ગરબાડા), ૬) સોલંકી હરીલાલ નંન્દજીભાઈ (ઉવ.૭ર રહે. મેન બજાર જેસાવાડા ગરબાડા), ૭) સોલંકી હેમલતાબેન પ્રવીણભાઈ (ઉવ.૪ર રહે. મેન બજાર જેસાવાડા ગરબાડા), ૮) પ્રજાપતિ સુમિત્રાબેન રમેશભાઈ (ઉવ.પ૩ રહે. બસ સ્ટેશન ગરબાડા), ૯) પ્રજાપતિ બીપીનભાઈ રમેશભાઈ (ઉવ.ર૪ રહે. બસ સ્ટેશન ગરબાડા). આમ,દાહોદ જિલ્લામાં આજના આ વધુ ૨૨ પોઝિટિવ દર્દીઓ નો સમાવેશ થવા પામ્યો છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: