નડિયાદ સંતરામ મંદિર ખાતે ગિતા જ્ઞાન પ્રચારનુ આયોજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે ઉનાળાના વેકેશન માં સમગ્ર રાજ્ય ભર માં થી નડિયાદ આવેલા , અને ખેડા આણંદ જિલ્લામાં રહેતા વિદ્યાર્થીઓ ગીતાજીના શ્લોકો કંઠસ્થ કરી બોલે. તેમજ મા બાપ વિશે તૈયાર કરાયેલ કાવ્યો પણ કંઠસ્થ કરીને બોલે તે માટે શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પ.પૂ. મહંત રામદાસજી મહારાજ ની નિશ્રા માં ગીતા જ્ઞાન પ્રચાર સત્ર , ની શરૂઆત પરમ પૂજ્ય લક્ષ્મણદાસજી મહારાજની સમાધિ તિથિ થી કરવામાં આવી છે. શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય ખાતે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ શાળાઓમાં બહેનો અને ભાઈઓ માટે અલગ વ્યવસ્થા કરી ગીતાજીના શ્લોકો તત્કાલ કંઠસ્થ કરી બોલવામાં આવે છે. તો કેટલાક વિદ્યાર્થીઓ સમગ્ર ગીતાજી કંઠસ્થ કરી બોલી જાય છે. સમગ્ર માસ દરમિયાન શ્લોકો કંઠસ્થ કરી બોલનાર વિદ્યાર્થીઓને મહિનાના અંતે એક શ્લોક દીઠ નક્કી કરેલ રકમ ની કુલ રકમની શૈક્ષણિક સાધન રૂપે વસ્તુઓ આપવામાં આવે છે. જેને કારણે વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરી શકે. અને માતા પિતાને શૈક્ષણિક સાધન રૂપી આર્થિક મદદ પણ વિદ્યાર્થીઓ કરે છે. વિદ્યાર્થીઓ કહે છે કે ગીતાજી કંઠસ્થ કરવાથી અભ્યાસ કરવાનું મન લાગે છે. અન્ય વિદ્યાર્થી કરતા અલગ પડી આવીએ છે. શરીરમાં કંઈક અલગ જ ચેતનાનો અનુભવ થાય છે. છેલ્લા ૯૦ વર્ષ થી આ જ્યોત પ્રગટાવી છે. પ્રતિ વર્ષ ૬૦૦ થી ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અહીં આવી . ગીતાજીની સાધના કરે છે.

