દાહોદના રેલવે સ્ટેશન પરથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનમાંથી શંકાસ્પદ થેલી મળી આવતા રેલવે પોલીસમાં દોડધામ મચી



દાહોદ તા.૧૮
દાહોદ શહેરના રેલવે સ્ટેશન ખાતે પહોંચેલ એક એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી શંકાસ્પદ થેલી મળી આવતા જે થેલીની રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા થેલીમાંથી દરિયાઈ કેકડા મળી આવ્યા હતા. આ કેકડા મળી આવતા દાહોદ રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.
દાહોદ રેલવે સ્ટેશન ખાતે ફોર્મ નંબર ત્રણ પર આજરોજ ગોધરા તરફથી ત્રિવેન્દ્રમ પુરમ નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેન પહોંચી હતી. રસ્તામાં ટ્રેનમાં સવાર એક મુસાફરને ટ્રેનમાં એક શંકાસ્પદ થેલી નજરે પડી હતી અને થેલીમાંથી હલનચલન થતું હોવાનું પણ જણાય આવ્યું હતું. આ અંગે ટ્રેનમાં સવાર મુસાફરે સ્થાનિક રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેની જાણ રેલવેના પોલીસ તંત્રને થતાની સાથે જ રેલ્વે પોલીસ તંત્ર બન્યું હતું અને એક્સપ્રેસ ટ્રેન દાહોદ પ્લેટફોર્મ નંબર ત્રણ પર અવતારી સાથે જ એક્સપ્રેસ ટ્રેનના કોચમાં તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો અને શંકાસ્પદ થેલીને કબજે કરી હતી. રેલવે પોલીસે થેલી ની તપાસ કરતા જેમાંથી કેકડા મળી આવ્યા હતા. દાહોદ રેલવે પોલીસ દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ આરંભ કરી આ દરિયાઈ કેકડા ટ્રેનમાં મુકનાર મુસાફર ની શોધખોળ હાથ ધરી છે.

