ફતેપુરામાંથી એક રહેણાંક મકાનમાંથી પોલીસે શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ગૌરક્ષકની ટીમે પોલીસને સાથે રાખી એક રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં મકાનમાંથી શંકાસ્પદ ગૌમાંસનો અંદાજીત ૧૨૦ કિલોગ્રામનો જથ્થો કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ગૌ રક્ષકની ટીમને માહિતી મળી હતી કે, ફતેપુરામાં રહેતાં સલમાન મદારાના રહેણાંક મકાનમાં ગૌ માંસનો શંકાસ્પદ જથ્થો હોવાની બાતમીના આધારે ગૌ રક્ષકની ટીમે આ મામલે સ્થાનીક પોલીસને જાણ કરતી હતી. સ્થાનીક પોલીસ અને ગૌ રક્ષકોની ટીમે સલમાન મતાદારના મકાનમાં ઓચિંતો છાપો માર્યાે હતો જેમાં મકાનમાંથી શંકાસ્પદ ગૌ માંસનો ૧૨૦ કિલોગ્રામનો જથ્થો પોલીસે કબજે કર્યાે હતો. કબજે કરવામાં આવેસ માંસના નમુનાને એફ.એસ.એલ. માટે મોકલી દેવામાં આવ્યો છે. આ સંબંધે ફતેપુરા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.

