ફતેપુરાના હિંગલા ગામે બનેલ હિટ એન્ડ રન કેસના બનાવમાં કરૂણાંતિકા છવાઈ : પુરપાટ દોડી આવતો ડીજેના જનરેટર સાથેનો ટેમ્પો યુ ટર્નમાં પલ્ટી ખાતા બેના દબાઈ જવાથી મોત નીપજ્યાં
દાહોદ તા.૨૧
ગઈકાલે મોડી સાંજે ફતેપુરા તાલુકાના હિંગલા ગામે રોડ પર પૂરપાટ દોડી આવતો ટેમ્પો વળાંકમાં એકદમ ટર્ન મારતા સ્ટેરીંગ પરનો ચાલકે કાબૂ ગુમાવી દેતા ડીજે અને જનરેટર સાથેનો ટેમ્પો પલટી ખાઈ જતા ટેમ્પામાં રાખેલ ડીજે તથા જનરેટર નીચે દબાઈ જતા બે જણાના સ્થળ પર જ મોત નીપજ્યાનું તેમજ ત્રણ જણાને ગંભીર ઇજાઓ થયાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
એક ટેમ્પો ચાલક તેના કબજાના જીજે ૦૪યુ ૬૦૩૫ નંબરના ૪૦૭ ફોરવીલ ટેમ્પામાં ડીજે અને જનરેટર મૂકી ટેમ્પો પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી મોડી સાંજના સવા સાત વાગ્યાના સુમારે ફતેપુરા તાલુકાના હિંગળા ગામે રોડ ઉપર વળાંકમાં એકદમ ટર્ન મારતા ચાલકે ટેમ્પો ના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો રોડ પર જ પલટી ખાઈ ગયો હતો જેથી ટેમ્પોમાં મૂકેલ ડીજે તથા જનરેટરની નીચે દબાઈ જતા રાકેશભાઈ તથા અમિતભાઈ તેમજ રીતુભાઈને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ થવા પામી હતી. જ્યારે સિધ્ધરાજ ભાઈ તેમ જ અંકુરભાઈ ને ગંભીર જીવલેણ ઇજાઓ થતા તે બંનેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ સમય ટેમ્પોનો ચાલક સમય સૂચકતા વાપરી સ્થળ પરથી નાસી ગયો હતો. ઘટનાની જાણ સુખસર પોલીસને થતા સુખસર પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત રાકેશભાઈ તથા અમિતભાઈ તેમજ રીતુભાઈને સારવાર માટે તાત્કાલિક નજીકના સરકારી દવાખાને મોકલી આપ્યા હતા. તેમજ સ્થળ પર મરણજનાર સિધ્ધરાજ ભાઈ તથા અંકુરભાઈની લાશનું પંચનામું કરી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સુખસર સરકારી દવાખાને મોકલી આપી આ મામલે બચકરિયા ગામના માતા ફળિયામાં રહેતા રમેશભાઈ દલાભાઈ ડામોરે નોંધાવેલી ફરિયાદને આધારે સુખસર પોલીસ ૪૦૭ ટેમ્પોના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ટેમ્પો ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


Good partner program https://shorturl.fm/N6nl1
Awesome https://shorturl.fm/oYjg5