એટીએમ કાર્ડ બદલી એક લાખની ઠગાઈ કરનાર આરોપી નડિયાદ પોલીસે ઝડપી પાડ્યો
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ શહેરમાં એટીએમ કાર્ડ બદલી ૧ લાખ રૂપિયા ઠગનાર આણંદના શખ્સની નડિયાદ ટાઉન પોલીસે ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા આરોપી તુષાર અનિલભાઇ કોઠારી અગાઉ પણ આવી જ પ્રકારની ૨૩ જેટલી ઘટનાઓમાં સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ૧૬ મેના રોજ નડિયાદના મંજિપુરા અમરનાથ સોસાયટીમાં રહેતા મૂળજીભાઈ રોહિત પોતાના મિત્ર ઇશાકભાઈ સાથે સ્ટેચ્યુ પાસે ઉભા હતા. ત્યાજે વૃદ્ધને રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં ઇશાકભાઈએ પોતાનું એટીએમ કાર્ડ આપી એટીએમમાંથી રૂપિયા ઉપાડવા મોકલ્યા હતા. થોડીવારમાં પરત આવી ઇશાકભાઈએ વૃદ્ધને જાણ કરી કે પૈસા ઉપડ્યા નહોતા અને અજાણ્યા શખ્સની મદદ છતાં પણ પૈસા મળ્યા નહોતા. ત્યારબાદ વૃદ્ધના મોબાઇલમાં રૂપિયા ઉપડ્યાનું મેસેજ આવતા તપાસ કરતાં એકાઉન્ટમાંથી રૂ. ૧ લાખ ઉપડાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે નડિયાદના એટીએમ સેન્ટર તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ ચકાસતાં અગાઉ આવી જ ઠગાઈ કરનાર શખ્સ હોવાનો ઠોસ પુરાવો મળતા તુષાર કોઠારીની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે પૈસા સેરવી લીધાની કબુલાત કરતા પોલીસે રૂ. ૪૬,૫૦૦ રોકડ રકમ જપ્ત કરી છે, જ્યારે બાકીના રૂપિયા આરોપીના બેંક એકાઉન્ટમાં હોવાને કારણે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.


https://shorturl.fm/j3kEj
https://shorturl.fm/TbTre