દેવગઢ બારીઆના કાળીયા કુવા ગામે વરસાદી માહૌલમાં વૃક્ષ ધરાશાહી થતાં એકને ઈજા પહોંચી
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કુવા ગામે કાલીયા કુવા ગામે વરસાદી વાવાઝોડામાં એક વૃક્ષની ડાળ એક યુવકના માથા પર પડતાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ગત તા.૨૧મી મેના રોજ દાહોદ જિલ્લામાં વાવાઝોડા સાથે વીજળની કડાકા અને ધડાકા સાથે વરસાદ પડ્યો હતો. ઘણા સ્થળોએ આ વરસાદી વાવાઝોડાને પગલે વૃક્ષો પણ ધરાશાહી થયાં હતાં અને ઠેર ઠેર વરસાદી પાણી પર ભરાઈ ગયાં હતાં ત્યારે આ સમયગાળા દરમ્યાન દેવગઢ બારીઆના કાળીયા કુવા ગામે એક વૃક્ષની ડાળ પડતાં જેમાં ત્યાંથી દેવગઢ બારીઆના ઝાપટીયા ગામેથી ચાંદલા વિધી પતાવી પરત પોતાના ઘરે જઈ રહેલા દેવગઢ બારીઆના મોટી મંગોઈ ગામે ગડોઈ ફળિયામાં રહેતાં મેહુલભાઈના માથા પર આ વૃક્ષની ડાળી પડતાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો દ્વારા ઈજાગ્રસ્ત મેહુલભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.
આ સંબંધે પરેશભાઈ ગણપતભાઈ રાવળે સાગટાળા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે જાણવા જાેગ નોંધી તપસા હાથ ધરી છે.


Good partner program https://shorturl.fm/m8ueY
Good https://shorturl.fm/j3kEj
Very good partnership https://shorturl.fm/68Y8V
https://shorturl.fm/YvSxU
https://shorturl.fm/5JO3e
https://shorturl.fm/6539m