ધાનપુરના ખલતા ગામે ૨૬ વર્ષિય યુવકે અગમ્યકારણોસર આત્મહત્યા કરી લેતાં ચકચાર
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખલતા ગામે એક ૨૬ વર્ષિય યુવકે અગમ્યકારણોસર ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ધાનપુરના ભોરવા ગામે બારીયા ફળિયામાં રહેતાં ૨૬ વર્ષિય સંજયભાઈ પ્રતાપભાઈ બારીયાએ ગત તા.૨૧મી મેના રોજ ધાનપુરના ખલતા ગામે જઈ કોઈ અગમ્યકારણોસર સાગનાઝાડ સાથે દોરડી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ ગ્રામજનોને થતાં ગામના લોકો ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને યુવકના પરિવારજનોને પણ જાણ કરતાં યુવકના પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયાં હતાં. યુવકના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટના અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક સંજયભાઈના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.
આ સંબંધે પ્રતાપભાઈ મનાભાઈ બારીયાએ ધાનપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/5JO3e
https://shorturl.fm/YvSxU
https://shorturl.fm/bODKa
https://shorturl.fm/FIJkD