કઠલાલના સીતાપુરા ગામેથી રૂ. ૨.૫૭ લાખના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના કઠલાલ વિસ્તારમાં એલ.સી.બી. અને સ્થાનિક પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન એક મોટી સફળતા મળી છે.
ગત ૨૨ મે, ૨૦૨૫ના રોજ કઠલાલ પોલીસ સ્ટેશન અને એલ.સી.બી. સ્ટાફ ખાનગી વાહનમાં લાડવેલ ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા, ત્યારે એલ.સી.બી.ના અ.હેડકો. ભાવેશકુમાર અશ્વિનભાઇ અને પો.કો. ઇશ્વરભાઇ યુવરાજભાઇને  બાતમી મળી હતી કે સીતાપુરા ગામે ડોશાના કૂવા પાસે રહેતા સુખાભાઇ ઉર્ફે સુખો જેહાભાઇ સોલંકી તેમના ઘરની સામેની ખુલ્લી જગ્યા પર સુકા ઘાસના પુડાની પાછળ ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ છુપાવી રાખી છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી સુખાભાઇ ઉર્ફે સુખો ઉર્ફે પ્રતાપભાઇ જેહાભાઇ સોલંકી હાજર મળી આવ્યો હતો. તપાસમાં તેની કબજામાંથી વિદેશી દારૂના ૧૯૬૪ ક્વાર્ટર અને ૫૦૦ બિયર ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિમત અંદાજે રૂ. ૨,૫૭,૯૨૦ થાય છે. આરોપીને સ્થળ પરથી ઝડપી લઈ કઠલાલ પોલીસ મથકે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

7 thoughts on “કઠલાલના સીતાપુરા ગામેથી રૂ. ૨.૫૭ લાખના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!