દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણના મોત નીપજ્યાં
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થવોએ સર્જાયેલ માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણ વ્યક્તિઓના અકાળે મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદના કતવારા નજીકથી પસાર થતાં ઈન્દૌર દાહોદ નેશનલ હાઈવે પર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૩મી મેના રોજ એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ દાહોદના ખંગેલા ગામે ટોળ ડુંગરી ફળિયામાં રહેતાં ભુરાભાઈ મગનભાઈ મેડાની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં ભુરાભાઈ તથા તેમની સાથે મોટરસાઈકલની પાછળ બેઠેલ મનજીભાઈ મગનભાઈ મેડા બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે બંન્નેને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્ને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન મનજીભાઈનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ઈજાગ્રસ્ત ભુરાભાઈ મગનભાઈ મેડાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડાના અગારા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૪મી મેના રોજ અગારા ગામેથી એક બોલેરો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની બોલેરો ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા લીમખેડાના કુન્લી ગામે સુથાર ફળિયામાં રહેતાં પ્રકાશભાઈ ભારતભાઈ ચૌહાણ તથા તેમની સાથે પિન્કેશભાઈ બચુભાઈનાઓને બોલેરો ફોર વ્હીલર ગાડીના ચાલકે અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં પ્રકાશભાઈ અને પિન્કેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે પ્રકાશભાઈને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે બળવંતભાઈ રૂપસીંગભાઈ ચૌહાણે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ દેવગઢ બારીઆના ભથવાડા ભુતીયા ગામેથી પસાર થતાં ઓવરબ્રીજ પાસે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૫મી મેના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ગુલાબભાઈ પર્વતભાઈ પટેલ (રહે.રસુલપુર, મોરવા (હડફ), પંચમહાલ) ની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં ગુલાબભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે વિનોદકુમાર ગુલાબભાઈ પટેલે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/5JO3e
https://shorturl.fm/XIZGD