લીમખેડાના ધુમણી(દુ) ગામે ૫૫ વર્ષિય આધેડ મહિલાને ઝેરી સાંપ કરડતાં મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ધુમણી(દુ) ગામે એક ૫૫ વર્ષિય આધેડ મહિલાને ઝેરી સાંપ કરડતાં મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
લીમખેડાના ધુમણી (દુ) ગામે રહેતાં ૫૫ વર્ષિય મુનીબેન સુરમલભાઈ મુનીયા ગત તા.૨૬મી મેના રોજ પોતાના ઘરે હાજર હતાં તે સમયે મુનીબેન ઘરની બહાર સાફ સફાઈ કરતાં હતાં તેવામાં ઘરના આંગણામાંથી પસાર થતાં એક ઝેરી સાંપે મુનીબેનના પગના ભાગે ડંખ મારતાં મુનીબેન બેભાન થઈ ગયાં હતાં. પરિવારજનોને આ અંગેની જાણ થતાં તેઓએ તાત્કાલિક મુનીબેનને નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયાં હતાં જ્યાં સારવાર દરમ્યાન મુનીબેનનું મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ ઘટના અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ દ્વારા મુનીબેનના મૃતદેહને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.
આ સંબંધે મૃતક મુનીબેનના પરિવારના સદસ્ય દ્વારા સ્થાનીક પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/a0B2m
https://shorturl.fm/oYjg5