ગરબાડાના વિજાગઢ ગામે એકે લાયસન્સવાળી બંદુકમાંથી હવામાં ફાયરીંગ કરતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૨૯
દાહદોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વિજાગઢ ગામે એક ઈસમે પોતાના ગામમાં રહેતાં એક વ્યક્તિ સાથે સામાન્ય બાબતે ઝઘડો તકરાર કરી પોતાુી લાયસન્સ પરવાના વાળી બંદુકમાંથી હવામાં ફાયરીંગ કરી લાયસન્સના નિયમોનું ઉલ્લઘંન કરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદના વિજાગઢ ગામે કોટ ફળિયામાં રહેતાં પ્રદિપભાઈ હિરાભાઈ સોલંકી ગત તા.૨૫મી મેના રોજ તેમના નવીન મકાનના પાયામાં ટ્રેક્ટરોમાં માટી ભરી લાવી પુરણ કરાવતાં હતાં તે વખતે ગામમાં રહેતાં ભીખાભાઈ વાલાભાઈ સોલંકીએ ટ્રેક્ટરો ઉભા રખાવી કહેલ કે, તમો મારા ભાગના ખેતરમાં ચિલો પાડી ટ્રેક્ટરો કોને પુછીને લઈ જાવ છો, તેમ કહી પ્રદિપભાઈને બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધમકીઓ આપી ભીખાભાઈએ પોતાના ઘરમાંથી પોતાની લાયસન્સ પરવાનાવાળી બંદુકમાંથી હવામાં ફાયરીંગ કરી લાયસન્સ નિયમનું ઉલ્લઘંન કરતાં આ સંબંધે પ્રદિપભાઈ હિરાભાઈ સોલંકીએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/N6nl1
https://shorturl.fm/6539m