તલગાજરડાના શિક્ષકને પર્યાવરણ કક્ષાનો રાષ્ટ્રીય એવોર્ડ અપાયો
ગાંધીનગર તા.૩૦
ગાંધીનગર ખાતે જ્ઞાન લાઈવ અને અર્લીબોર્ડ દ્વારા અને માધવ ચેરી ટેબલ ટ્રસ્ટ તથા બ્રહ્મ સમાજ ના સહયોગીઓ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ના નાયબ સચિવ પુલકીત જોશી, અને રાજ્ય સંયોજક ના પ્રયાસ થી ભારતના 14 રાજ્યના 35 અને ગુજરાતના 90 પર્યાવરણ સંરક્ષક ને
એન્વાયરમૅન્ટ કંજરવેશન- 2025 એવોર્ડ પ્રાપ્ત થયેલ.
મહુવા તાલુકાના તલગાજરડા ના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત શિક્ષક ને પર્યાવરણ સંરક્ષક ગ્રુપમાં, એક હજાર થી વધુ શિક્ષકને જોડવા અને 5 જિલ્લાના ઝોનની જવાબદારી નિભાવવા માટે આ અવોર્ડ પ્રાપ્ત થયેલ છે. પૂ. મોરારી બાપુના ચિત્રકૂટ એવોર્ડ, 35 જેટલા સાધક મિત્રોને પ્રોત્સાહન આપી સમગ્ર ગુજરાતમાં 5000 શિક્ષકો જોડાયેલા હતાં. જેમાથી જેટલા પ્લાસ્ટિક મુકત અભિયાનમાં 51000 બાળકોને સામેલ કરી 151000 પ્લાસ્ટિકની બોટલનો સદુપયોગ અને બાકીની બોટલો ને સુરક્ષિત જગ્યાએ સેલ કરવામાં આવી. એમાંથી શાળામાં ફૂલછોડ ના રોપા લાવવામાં આવ્યાં. જેનો વર્ડ વાઈલ્ડ દ્વારા વિક્રમ નોંધવામાં આવ્યો. જેમાં 2525 શિક્ષકો એ પોતાનું યોગદાન આપેલ.
વીજળી બચત. પાણી બચત, ચકલી બચાવો. વન્ય પ્રાણી સુરક્ષા, પેટ્રોલ બચાવો, વૃક્ષ ઉછેર, પ્લાસ્ટિક મુકત શાળ-ગામ જેવી અનેક પ્રકારની પર્યાવરણીય સેવા આ શિક્ષક દ્વારા થઈ રહી છે. સમગ્ર ગુજરાતના શિક્ષકોને માર્ગદર્શન કરી, તેઓ હાલ પણ આવી પ્રવૃતિઓ માં જોડાઈને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે સેવા કરી રહ્યા છે. પૂ.મોરારી બાપુની કૃપાથી ચિત્રકૂટ ના 170 જેટલા 33 જિલ્લાના એવોર્ડ વિજેતા શિક્ષક નું મંચ બનાવી, તેઓનું સતત માર્ગદર્શન કરી રહ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ના નાયબ સચિવ પુલકીત જોશી સાહેબના હસ્તે તેઓને, શિક્ષણવિદ ગજેંદ્ર જોશી, માધવ ચેરી ટેબલ ટ્રસ્ટ ના પ્રમુખની ઉપસ્થિતિ માં આ એવોર્ડ આપવામાં આવેલ છે. જેથી સમગ્ર મહુવા તાલુકાના શિક્ષણ જગત માં ગૌરવ વધારેલ છે.


https://shorturl.fm/VeYJe