સરકારની જન જાગૃતિ બાદ પણ દાહોદમાં સાયબર ક્રાઈમના વધતાં બનાવો : દાહોદમાં ૩૧ વર્ષિય મહિલા વેપારીએ ઉંચા વળતરની લાલચમાં ૫.૩૦ લાખ ઉપરાંતની માતબર રકમ ગુમાવી
દાહોદ તા.૩૧
દાહોદ શહેરમાં એક ૩૧ વર્ષિય મહિલા વેપારીને સોશીયલ મીડીયાના વોટ્સએપ માધ્યમથી ૧૧ જેટલા અજાણ્યા ઈસમોએ સંપર્ક કરી હોટલના ઓનલાઈન રિવ્યુ આપી કમાણીની લાલચ આપી તેમજ ક્રિપ્ટો કરન્સીના રોકાણ પર ઉંચા વળતરની ખોટી લાલચ આપી વિશ્વાસમાં લઈ યુવકના બેન્ક ખાતામાંથી અલગ અલગ સમયગાળા દરમ્યાન કુલ રૂા.૫,૩૦,૯૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ દાહોદ ખાતે ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદના ગોડી રોડ ખાતે ધ્રુમીલ પાર્ક ખાતે રહેતાં ૩૧ વર્ષિય વેપારી વંદના નિતીનભાઈ વચ્છાનીને ગત તા.૨૪.૦૧.૨૦૨૫ થી તારીખ ૨૭.૦૧.૨૦૨૫ના સમયગાળા દરમ્યાન સોશીયલ મીડીયાના વોટ્સેએપ માધ્યમથી ૧૧ જેટલા અજાણ્યા ઈસમોએ સંપર્ક કર્યાે હતો અને વંદનાને વોટ્સએપ પર હોટલના ઓનલાઈન રિવ્યુ આપી કમાણીની લાલચ આપી હતી. આ ઉપરાંત વંદનાને ક્રિપ્ટો કરન્સીના રોકાણ પર ઉંચા વળતરની ખોટી લાલચ આપી વંદનાને વિશ્વાસમાં લઈ લીધાં હતાં અને અલગ અલગ સમયગાળા દરમ્યાન વંદનાબેનને તેઓના બેન્ક ખાતામાંથી ૧૧ જેટલા અલગ અલગ અજાણ્યા ઈસમોએ પોતાના બેન્ક ખાતામાં કુલ રૂા.૫,૩૦,૯૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. આ નાણાંની અવાર નવાર વંદના માંગણી કરતાં આ નાણાં વંદનાને પરત મળ્યાં ન હતાં અને પોતાની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતાં આ સંબંધે વંદના નિતીનભાઈ વચ્છાનીએ સાયબર ક્રાઈમ પોલીસ મથક દાહોદ ખાતે ફરિયાદ નોંધાંવતાં પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


https://shorturl.fm/0EtO1
Nice share!
https://shorturl.fm/PFOiP
Google Analytics Alternative