દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના વધતા બનાવો ચિંતાજનક : દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતને કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતની કારણે માર્ગ અકસ્માતના સર્જાયેલા બે બનાવોમાં 2 વ્યક્તિઓના મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ 1 જૂન ના રોજ એક ડીજે આઇસર ગાડી ના ચાલકે પોતાના કબજાની ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો તે સમયે ત્યાંથી પસાર થતી અન્ય એક ઇકો ફોરવીલર ગાડીને ટક્કર મારતાં આ ગાડી તે સમયે રસ્તાની સાઈડમાં ચાલતા પસાર થઈ રહેલા નરેશભાઈ ચુનિયાભાઈ નીનામા (રહે. ચાકલિયા, મોટી મહુડી ફળિયુ, તા. ઝાલોદ, જી. દાહોદ) નાને અડફેટમાં લેતા નરેશભાઈ ને શરીરે હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન નરેશભાઈ નું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ આ માર્ગ અકસ્માત સર્જનાર ડીજે આઇસર ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી લઈ સ્થળ પરથી નાસી જતા આ સંબંધે મહેશભાઈ ચુનિયાભાઈ નીનામાએ ચાકલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માત નો બીજો બનાવ ધાનપુરના બુધપુર ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ 1 જૂન ના રોજ એક તોફાન ફોરવીલર ગાડી ના ચાલકે પોતાના કબજાની ફોરવીલર ગાડી રિવર્સમાં પૂર ઝડપે અને ગફલત ભરી રીતે અહંકારી લાવતો હતો તે સમયે તુફાન ગાડીની પાછળ ઉભેલા સુનકીબેન કેસનભાઈ માવી (રહે. સુરપુર, નિશાળ ફળિયુ, તા. ધાનપુર, જી. દાહોદ) ના ને અડફેટમાં લેતા સુનકીબેનને શરીરે હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવણ ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવતા હતા જ્યાં રસ્તામાં સુનકીબેનનું મોત નીપજતા આ સંબંધે કેસનભાઈ વેલજીભાઈ માવીએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

