દાહોદ શહેરમાં 38 વર્ષીય પરણીતાએ પતિ વિરૂદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
દાહોદ તા.૦૨
દાહોદ શહેરમાં રહેતા એક 38 વર્ષીય પરણીતાને તેના પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા આ સંબંધી પત્નીએ ન્યાયની ગુહાર સાથે મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યા આવ્યા હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે લક્ષ્મી પાર્ક માં રહેતા 38 વર્ષીય પ્રિયંકાબેન સત્યપ્રકાશ ધીમાનના લગ્ન તારીખ 11.03.2018 ના રોજ પોતાના જ વિસ્તારમાં રહેતા મનીષભાઈ અનિલકુમાર મોગા સાથે થયા હતા. લગ્નના છ માસ જેટલું પરણીતા પ્રિયંકાબેનને પતિ મનીષભાઈ દ્વારા સારું રાખ્યા બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને પરણીતા પ્રિયંકાબેન ઉપર અન્ય પુરુષના ખોટા શોખ વહેમ રાખી પરણીતા પ્રિયંકાબેન સાથે મારઝૂડ કરતા હતા. અને ઘરમાંથી નીકળી જવા માટે દબાણ કરી મારી નાખવાની ધમકીઓ પણ આપી શારીરિક અને માનસિક ત્રાસ પતિ મનીષભાઈ મોગા દ્વારા આપવામાં આવતો હતો.
આવા અમાનુસી ત્રાસથી વાજ આવેલ પરણેતા પ્રિયંકાબેન સત્યપ્રકાશ ધીમાન દ્વારા દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ છે.

