દાહોદના વડબારા ગામે અજાણ્યા વાહનના ચાલકે મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યું
દાહોદ તા.૦૩
ગતરોજ બપોરના સમયે પુરપાટ દોડી આવતું અજાણ્યું વાહન ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલ દાહોદ તાલુકાના વડબારા ગામે રોડ પર જઈ રહેલ હોન્ડા સાઈન મોટરસાયકલને જાેશ ભેર ટક્કર મારી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ તથા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું જ્યારે મોટરસાયકલ પર પાછળ બેઠેલા અન્ય એક ઈસમને શરીરે ઓછી વધતી ઈજાઓ થયાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.
એક અજાણ્યો વાહન ચાલક તેના કબજા નું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ગઈકાલે બપોરે સવા વાગ્યાના સમારે હંકારીને લઈ જઈ સામે આવતી ખંગેલા ના નવાપુરા ફળિયામાં રહેતા અનિલભાઈ નારસિંગભાઈ બારીયાની હોન્ડા સાઈન મોટર સાયકલને જાેશભેર ટક્કર મારી નાસી જતા મોટરસાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલા સમસુભાઈ છગનભાઈ મેડાને માથાના ભાગે તથા શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. તેમજ અનિલભાઈને પણ માથામાં તથા શરીરે ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ કતવારા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત અનિલભાઈ નર્સિંગભાઈ બારીયાને સારવાર માટે તાબડતોબ કતવારા સરકારી દવાખાને ખસેડી મૃતક સમસુભાઈ મેડાની લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે કતવારા સરકારી દવાખાને મોકલી આપી આ સંબંધે ખંગેલા ગામના નવાપુરા ફળિયામાં રહેતા અમરસિંહ બચુભાઈ મેડાએ નોંધાવેલી ફરિયાદને આધારે કતવારા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

