દાહોદ શહેરમાં બે મકાનોમાં તસ્કરોનો તરખાટ : રોકડ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ જતાં તસ્કરો
દાહોદ તા. ૦૩
ગઈકાલે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં જુદી જુદી બે જગ્યાએ તસ્કરોએ ત્રાટકી બે બંધ મકાનોને નિશાન બનાવી તાળાં તોડી બે મકાનોમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૬૩ હજાર ઉપરાંતની મત્તાનો હાથ ફેરો કરી ગયાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ ડિવિઝનમાં ઘરફોડ ચોરીની નોંધાયેલી બે ઘટના પૈકીની એક ઘટના તારીખ ૬-૪-૨૦૨૫મી ની રાતે દાહોદના દેલસર ગામે ઉકરડી રોડ પર આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં બનવા પામી હતી. જેમ તસ્કરોએ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતા અને લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી અધિકારી વર્ગ-૨ માં ફરજ બજાવતા સંતોષકુમાર કનુભાઈ તડવીના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવી ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી સંતોષકુમાર તડવી ના માતા પિતાના બેડરૂમમાં પ્રવેશી તે રૂમમાં મુકેલ લોખંડની તિજાેરી તોડી તેમાં મુકેલ રૂપિયા ૧૦,૦૦૦/-ને રોકડ, ચાંદીની વીછુડી નંગ-૩, તથા મકાનના ઉપરના માળો સંતોષકુમાર તડવીના બેડરૂમના દરવાજાનું ઇન્ટરલોક તોડી તેમાં મુકેલ તેમની પત્નીનું લાકડાનું કબાટ તોડી કબાટમાં મુકેલ રૂપિયા ૧૫,૦૦૦/-ની રોકડ, રૂપિયા ૮૦૦૦/- ની કિંમતની આઠ ગ્રામ વજનની સોનાની બુટ્ટીની જાેડ નંગ-૧, રૂપિયા ૯૦૦૦/-હજારની કિંમતની સવાતોલા વજનની સોનાની ચેન નંગ-૧ તથા રૂપિયા ૧૫,૦૦૦/-ની રોકડ મળી રૂપિયા ૨૫,૦૦૦/-ની રોકડ તથા ૧૭,૫૦૦/-ની કુલ કિંમતના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૪૨,૫૦૦/-ની મત્તા ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે સંતોષકુમાર કનુભાઈ તડવીએ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઘર ચોરીની બીજી ઘટના તારીખ ૧૮-૫-૨૦૨૫ થી તારીખ ૨૦-૫-૨૦૨૫ ને રાત્રિના આઠ વાગ્યા સુધીના સમયગાળામાં દાહોદ ગોદી રોડ ધ્રુમિલ પાર્ક સોસાયટીમાં બનવા પામી હતી. જેમાં મોબાઈલ એસેસરીઝનો વેપાર કરતા અને દાહોદ ગોદી રોડ ધ્રુમિલ પાર્ક સોસાયટીમાં ઓક્સિજન પ્લાન્ટની સામે રહેતા તેજસ અલ્કેશકુમાર પંચોલીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેજસ પંચોલીના ઘરના લોખંડના ગેટનો નકુચો તોડી ગેટમાં પ્રવેશી તેજસ પંચોલીના બેડરૂમમાં મુકેલ તિજાેરી નું લોક તોડી તેમજ તિજાેરીના અંદરના ખાનાઓની તોડફોડ કરી તેજસ ની પત્નીના ૫૦૦ ગ્રામ વજનના રૂપિયા ૭૫૦૦/- ની કિંમતના ચાંદીના પાયલની જાેડ નંગ-૧, રૂપિયા ૫૦૦૦/-ની કુલ કિંમતના ચાંદીના કંદોરા નંગ-૨, રૂપિયા ૧૫૦૦/-ની કિંમતની ચાંદીની પોચી નંગ-૧, ચાંદીની વિછુડી નંગ-૪, ચાંદીની વીંટી નંગ- ૧, ચાંદીના છડા જાેડ-૧, ચાંદીના કડા નંગ-૨, ચાંદીના સિક્કા નંગ-૪ તથા રોકડ રૂપિયા ૧૦૦૦/-મળી કુલ રૂપિયા ૨૦,૮૦૦/-ની મત્તા ચોરીને લઈ ગયા હતા. આમ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ઘરફોડ ચોરીની બે ઘટનાઓમા કુલ રૂપિયા ૬૩,૩૦૦/-ની કુલ મત્તા ચોરાતા પોલીસે આ મામલે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

