ગરબાડાના ગાંગરડા ગામે પરણિતાએ પતિના ત્રાસથી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી
દાહોદ તા.૦૩
ચારિત્ર પર આરોપ મૂકી, મારકૂટકરી, પતિ દ્વારા અવારનવાર ગુજારાતા માનસિક તેમજ શારીરિક ત્રાસથી વાજ આવેલ ગરબાડા તાલુકાના ગાંગરડા ગામની ૩૫ વર્ષીય પરણીતાએ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ તેમજ સાસુ સસરા ફરિયાદ નોંધાવ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દાહોદ ગલાલીયાવાડ બિલવાળ ફળિયામાં રહેતી ૩૫ વર્ષીય જ્યોતિબેન કેસરસિંહ બિલવાળના લગ્ન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે તોરણ ફળિયામાં રહેતા દિલીપભાઈ માજુભાઈ ડામોર સાથે તારીખ ૨૧-૫-૨૦૨૩ ના રોજ જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. જ્યોતિબેન ને લગ્ન બાદ ત્રણેક માસ તેના પતિ તથા સાસુ સસરાઈ સારું રાખ્યું હતું. ત્યારબાદ તેણીના પતિ તેમજ સાસુ સસરાનું પોત પ્રકાશ્યું હતું અને જ્યોતિબેનને પ્રેગ્નેન્સી રહેતા તેના પતિ દિલિપ ડામોરે, આ બાળક મારુ નથી તેમ કહી બેફામ બિભત્સ ગાળો બોલી મારકૂટ કરી તેમજ જ્યોતિબેનના સાસુ લલીતાબેન માજુભાઈ ડામોર તથા સસરા માજુભાઈ પાંગળાભાઈ ડામોર એમ બંનેની ચઢામણીથી જ્યોતિબેન ને છૂટાછેડા આપવા દબાણ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી રોજે રોજના આવા ત્રાસી વાજ આવી ગયેલ જ્યોતિબેને પોતાના પતિ દિલીપભાઈ માજુભાઈ ડામોર, સાસુ લલીતાબેન માજુભાઈ ડામોર તથા સસરા માજુભાઈ પાંગળાભાઈ ડામોર વિરુદ્ધ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે બી એન એસ કલમ ૮૫,૧૧૫(૨),૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ત્રણેયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

