સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ખાતે કરાઇ હાયપરટેન્શન દિવસની ઉજવણી


દાહોદ તા.૦૪
લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાયપર ટેન્શન દિવસની ઉજવણી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. જેમા બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો, તેને નિયંત્રિત કરો, લાંબુ જીવો!” થીમ સાથે હાઇપરટેન્શન દિવસની 1 મહિનાની ઉજવણી માટે જનજાગૃતિ ઝુંબેશ પ્રવૃત્તિના ભાગ રૂપે, હાઇપરટેન્શનના સંચાલન અને સ્વસ્થ જીવન જીવવા માટે નિયમિત અને સચોટ બ્લડ પ્રેશર માપનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે.
30 થી વધુ દર્દીઓ માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને બધા માટે સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો હતો. સ્મિત કરો અને તમારા હૃદયને સ્વસ્થ રાખોના સુત્ર સાથે બધાએ સેલ્ફી લીધી હતી હાયપરટેન્શન ઘણા વખત તો કોઈ લક્ષણ બતાવતું નથી, તેથી તેને “મૌન હત્યારો પણ કહેવામાં આવે છે. જો લક્ષણો જણાય તો તેમાં આવી શકે છે.
૧ માથાનો દુખાવો
૨ થાક લાગવો
૩ ચક્કર આવવી
૪ દૃષ્ટિ ધૂંધળી થવી
૫ છાતીમાં દુખાવો
પરિણામો: ઉચ્ચ બ્લડ પ્રેશર જો સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો નીચેના ગંભીર પરિણામો આવી શકે જેવા કે …. હાર્ટ એટેક,સ્ટ્રોક , કિડની ફેલ થવી ,દૃષ્ટિ ગુમાવવી જો તમારું બ્લડ પ્રેસર 140/90 mmHg કે તેથી વધુ છે, તો તેને ગંભીરતાથી લેવા જેવી જરૂર છે.
સારવાર અને નિયંત્રણ:
મીઠું ઓછું ખાવું (દિવસે 5 ગ્રામથી ઓછી) ,દૈનિક 30 મિનિટ વ્યાયામ, તણાવ દૂર રાખવો ,ધૂમ્રપાન/દારૂ બંધ કરવો ,નિયમિત દવાઓ લેવો ,નિયમિત બ્લડપ્રેશર ચકાસવું ખોરાક અને લોહીનું ઉંચુ દબાણ (બ્લડ પ્રેસર)
લીમડી ખાતે યોજાયેલા હાયપરટેન્શન દિવસની ઉજવણીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ સહભાગી બની કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

