પોલીસે મેડીકલ ઓફિસરને સાથે રાખી ઓચિંતો છાપો માર્યાે : રૂા.૪૬ હજાર ઉપરાંતનો દવાનો જથ્થો કબજે : ધાનપુરના અગાસવાણી ગામેથી બોગસ તબીબને ઝડપી પાડતી દાહોદ એસઓજી પોલીસ

દાહોદ તા.૦૫

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબને દાહોદ એસઓજી પોલીસે ઝડપી પાડી તેના ક્લીનીકમાંથી મેડીકલને લગતી સાધન સામગ્રી તેમજ મેડીસીન (દવાઓ) ઓનો કુલ રૂા.૪૬,૨૫૭ના જથ્થા સાથે બોગસ તબીબને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

દાહોદ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ધાનપુરના અગાસવાણી ગામે લદોડીયા ફળિયામાં બોગસ તબીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ક્લીનીક ધમધમાવે છે. આ માહિતી મળતાની સાથે પોલીસે વિસ્તારમાં તપાસ કરી હતી અને જેમાં શ્યમલભાઈ હરિયદોભાઈ મંડોલ (રહે.ઘોડાજર, કમલ ફળિયું, તા.ધાનપુર, જિ.દાહોદ) અને મુળ રહે. વેસ્ટ બંગાલ) ના ક્લીનીક પર પોલીસે મેડીકલ ઓફિસરની ઉપસ્થિતીમાં ઓચિંતો છાપો મારતાં પોલીસે ક્લીનીકમાંથી જુદા જુદા પ્રકારની દવાઓ, ગોળીઓ, બોટલો, ઈન્જેક્શનનો તતથા અન્યસ મેડીકલ દવા સારવાર કરવાના સાધન, સામગ્રી મળી પોલીસે કુલ રૂા.૪૬,૨૫૭નો જથ્થો કબજે કર્યાે હતો.

આ સંબંધે દાહોદ એસઓજી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!