ધાનપુરના અગાશવાણી ગામે બે મોટરસાઈકલ સામ સામે ધડાકાભેર અથડાતા એકનું મોત
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાશવાણી ગામે રોડ પર બે મોટર સાયકલો સામસામે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાઈક ચાલકનું સ્થળ પર જ મોતની નીપજ્યાનું તેમજ એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થયાનું સત્તાવાર જાણવા મળ્યું છે.
ગઈકાલે સવારે સાડા અગીયારેક વાગ્યાના સુમારે એક મોટરસાયકલ ચાલક તેના કબજાની જીજે ૨૦બીકે૩૬૧૦ નંબરની બજાજ પલ્સર મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી ધાનપુરના અગાસવાણી ગામે રોડ પર સામેથી આવતી ધાનપુરના નળુ ગામના સીમાડા ફળિયામાં રહેતા છબીલાભાઇ અમરાભાઇ બારીયાના છોકરાની જીજે૨૦એઆર૧૩૨૮ નંબરની હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલના ચાલક છબીલા ભાઈ બારીયાના છોકરાને ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે બજાજ પલ્સર મોટરસાયકલના ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે ધાનપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે. આ સંબંધે નળુ ગામના સીમાડા ફળિયામાં રહેતા છબીલાભાઇ અમરાભાઇ બારીયાએ ધાનપુર પોલીસ મથકે બજાજ પલ્સર મોટરસાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ફેટલનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

