દેવગઢ બારીઆના કાપડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં ૦૩ જુગારીઓને પોલીસે ઝડપી પાડી રૂા.૧૨ હજાર ઉપરાંતની રકમ કબજે કરી
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના કાપડી વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાથી જુગાર રમી રહેલાં ૦૩ જુગારીઓને પોલીસે ઝડપી પાડી રોકડા રૂપીયા ૧૨,૨૭૦ની રકમ કબજે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆના કાપડી વિસ્તારમાં માંછી ફળિયામાં જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાથી રમતા જુગારના અડ્ડા પર પોલીસે ગત તા.૦૭મી જુનના રોડ ઓચિંતી રેડ પાડી હતી. પોલીસે જુગાર રમી રહેલા ઈમ્તીયાઝ અજીત દહીકોટીયા, ઈલ્યાસ ઈબ્રાહીમ ઘાંચી અને શાહરૂખ ઈબ્રાહીમ ઘાંચી આ ત્રણેય જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૧૨,૨૭૦ની રોકડ રકમ સાથે ગંજીપત્તા નંગ.૫૨નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

